ખાસ-ખબર સંવાદદાતા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે મોરબીનાં દરેક ઘર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ અભિયાન બાદ તિરંગા રોડ રસ્તા પર કે કચરામાં ન ફેંકી તેનું અપમાન થતું અટકાવવા મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા તિરંગા એકત્રિત અભિયાન હાથ ધરાયું છે જેમાં લોકોએ જાતે જ આવીને 10 હજાર જેટલા તિરંગા જમા કરાવ્યા હતા. દેશભરમાં તા. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા લગાવવા આહ્વાન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીમાં ખુબ મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘરે કામના સ્થળે તેમજ વાહનમાં ત્રિરંગાને શાન પૂર્વક લગાવ્યો હતો જોકે હવે 15 ઓગસ્ટ બાદ રાષ્ટ્રધ્વજનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે મોરબીની ક્રાંતિકારી સેના દ્વારા અલગ અલગ 30 સ્થળ પર રાષ્ટ્રધ્વજ એકત્રીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે અને છેલ્લા એક સપ્તાહમાં 30 જેટલા સેન્ટરમાં 10 હજારથી વધુ ત્રિરંગા એકત્ર કરવામાં આવ્યા હતા અને સન્માનપૂર્વક સાચવવામાં આવ્યા છે.
મોરબીમાં ક્રાંતિકારી સેનાએ 10 હજાર રાષ્ટ્રધ્વજ એકત્રિત કરીને સન્માન સાથે સાચવ્યા
