મોરબીના વજેપર શેરી નં.23 માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસાએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પાડોશમાં રહેતા ફૈબા કાલીબેન સાથે આરોપી કરસન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા, દશરથ કોળી અને બે અજાણ્યા શખ્સો ગાળો આપી ઝઘડો કરતા હતા ત્યારે ફરિયાદી ચંદુભાઈ ત્યાં પહોંચતા કરશને ચંદુભાઈના ફૈબાના માથાના ભાગે પાઈપ મારી દીધો હતો અને ગિરીશે છરાનો ઘા મારવા જતા ફૈબા હાથથી રોકવા જતા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ફૈબાનો દીકરો મહેશ ઘરમાં હોય તેને મારવા ગયેલા અને મહેશ તેને ના મળતા આરોપીઓએ ઘરમાં રહેલ ટીવી અને કબાટમાં તલવારના ઘા મારી નુકશાન કર્યું હતું તેમજ ફળિયામાં મહેશનું મોટરસાયકલ પડ્યું જોઈ તેમાં તલવાર અને પાઈપના ઘા મારી નુકશાન પહોંચાડ્યું હતું ત્યારબાદ અપશબ્દો બોલી ફૈબાને ધમકી આપી હતી અને ફરિયાદ કરી તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા. આ મારામારીના બનાવમાં ચંદુભાઈના ફૈબા કાલીબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના બિછાનેથી ફૈબાએ જણાવ્યું હતું કે, હર્ષદના દીકરા ખોડાને કરશન કોળીએ ઝાપટું મારેલી જેથી કાલીબેને ઝાપટું કેમ મારી તેવું પૂછતા હથિયાર લઈને બધા ઈસમો ઘરે આવી મારામારી કરી ઘરમાં તોડફોડ કરી નુકશાન કર્યું હોવાનું જણાવ્યું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી કરશન લખમણ કોળી, ગીરીશ નારણ સથવારા, દશરથ કોળી અને બે અજાણ્યા ઈસમો એમ પાંચ શખ્સો વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી હતી અને કરશન લખમણ બાંભણીયા અને ગીરીશ નારણ સથવારા (રહે. બંને વજેપર, મોરબી), દશરથ દેવજી વરાણીયા અને વિષ્ણુ પ્રહલાદ ઠાકોર (રહે. બંને ત્રાજપર, મોરબી) તેમજ રાહુલ રમેશ ધામેચા (રહે. વેજીટેબલ રોડ, મોરબી) એમ પાંચેય આરોપીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં ઘરમાં ઘુસીને તલવાર વડે આતંક મચાવનાર પાંચ શખ્સો ઝડપાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias