વરસાદ ખેંચાતા ખેડૂતોને તળાવના પાણીથી પાકને બચાવવા મદદ મળશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
- Advertisement -
મૂળી ખાતે સૌની યોજના થકી તળાવોને ભરવાની કામગીરી શરૂ કરતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. જેમાં રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ઓછો હોવાના લીધે ખેડૂતોએ કરેલા વાવેતર નીશફળ જવાની ભિતી સતત સેવાઈ રહી હતી તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં તો નર્મદા કેનાલ હોવાથી ખેડૂતોને થોડા અંશે રાહત મળે છે પરંતુ સૌથી ઓછો વરસાદ મૂળી પંથકમાં હોવાથી અહી નર્મદા કેનાલની પણ કોઈ ખાસ સુવિધા નહિ હોવાના લીધે મૂકી પંથકના સ્થાનિક ખેડૂતોને વાવેતર કરેલ પાક સામે ચિંતા હતી.
તેવામાં મૂળી પંથકના ખેડૂતો દ્વારા તંત્ર અને સરકાર પાસે સૌની યોજના થકી તળાવો ભરવા રજૂઆત કરાઈ હતી જે રજૂઆતના અંતે મૂળી પંથકના કેટલાક ગામોને સૌની યોજના થકી પાઇપ લાઈનથી તળાવોને ભરવામાં આવતા ખેડૂત આગેવાનોની રજૂઆત ફળી હતી અને ખેડૂતોએ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.