વિદ્યાનું ધામ કલંકિત: ગુદામાં મધ-સેનિટાઇઝર લગાવી બ્રશ-પેન્સિલ ખોંસ્યા
ખાસ-ખબર સંવાદદાતા
વિદ્યા અને સરસ્વતીનું ધામ ગણાતી મારવાડી યુનિવર્સિટી ફરી એક વિવાદના વંટોળમાં ફસાઈ છે. યુનિવર્સિટીમાં રેંગિંગની ઘટના સામે આવતા ચકચાર મચી છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચર્યું છે. એમાં તેમણે હોસ્ટેલમાં જ વિદ્યાર્થી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસ્યા હતા. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ કૃત્ય આચરનારા 3 વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા. એમાં વિદ્યાર્થીને ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’નું કહેવામાં આવ્યું હતું. અગાઉ થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. તો શું આ વિદ્યાર્થીને પણ આ રીતે બ્લેકમેઇલ કરાયો હતો, એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
- Advertisement -
કૃત્ય કરનાર પાંચેય વિદ્યાર્થીને યુનિ.માંથી સસ્પેન્ડ કરાયા: રજિસ્ટ્રાર નરેશ જાડેજા
આ અંગે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર નરેશ જાડેજાએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીએ ફરિયાદ કરી છે તે ઇઇઅ સેમેસ્ટર 1માં અભ્યાસ કરે છે. તેણે જે પાંચ વિદ્યાર્થી સામે ફરિયાદ કરી છે તેમાંથી 3 વિદ્યાર્થી ઇઇઅ સેમેસ્ટર 3ના જ છે. બીજા બે વિદ્યાર્થીમાં એક ડિપ્લોમાં એન્જિનિયરિંગ અને બીજો એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. ભોગ બનનાર વિદ્યાર્થી અને તેના વાલી કોલેજમાં આવ્યા હતા અને તેઓએ આવી ફરિયાદની વાત કરી હતી. જેના આધારે યુનિવર્સિટીની એન્ટિ રેગિંગ સ્ક્વોડે તેમની સાથે ચર્ચા કરી હતી. બાદમાં જે વિદ્યાર્થીએ 5 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી છે તેને આઇડેન્ટીફાય કરવામાં આવ્યા હતા. બાદમાં આ પાંચેય વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નરેશ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ કર્યા બાદ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. એટલે અમારા એન્ટિ રેગીંગના કો-ઓર્ડિનેટર, હોસ્ટેલ ચીફ ઓર્ડિનેટર, ક્ધસલ્ટ ફેકલ્ટી અને 6 પ્રોફેસરો કુવાડવા પોલીસ સ્ટેશને વિદ્યાર્થી અને તેના વાસી સાથે ગયા હતા અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિદ્યાર્થી સાથે બે વખત આ ઘટના બની છે. બન્ને વખતે રાતે સાડા દસ વાગ્યાની આસપાસ બની હતી. અમારું મોનિટરિંગ અને સીસીટીવી ચાલુ છે. પણ રૂમની અંદર આવો બનાવ બન્યો એટલે અમારા સીસીટીવીમાં બનાવ આવી શક્યો નથી. અમે હજી વધારે પ્રયાસ કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ આવું બને તો આગળ આવે અને મેન્ટર કે ફેકલ્ટીને જાણ કરે. આ ખરાબ બનાવ બન્યો છે, આથી સામેથી આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
મારવાડી યુનિ.ની ઘટના મામલે શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાત
માતા પિતા દ્વારા સંતાનોનો અહમવાદી ઉછેર જવાબદાર: ડૉ.યોગેશ જોગસણ
આ જઘન્ય કૃત્ય અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, લોકો પાસે જ્યારે સામર્થ્ય, શક્તિ અને સત્તા આવે છે ત્યારે લોકો પરપીડનનો વિકૃત આનંદ લે છે અને આજકાલ માતા પિતા દ્વારા પણ સંતાનોનો અહંમવાદી ઉછેર કે, જે જોઈએ તે બધુ સહેલાઈથી લાવી આપે છે અને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર બધી જ સામગ્રી મળી જાય તે આ ઘટના માટે જવાબદાર ગણી શકાય.
અગાઉ પણ એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો
હજુ બે મહિના પહેલાં જ મારવાડી યુનિવર્સીટીમાં કોલેજના જ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ પાર્થ પંડ્યા હોવાનું સામે આવ્યું હતું અને યુવાને ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. તો શું આ વિદ્યાર્થીનું પણ રેંગિંગ કરાયું હતું તેવી ચર્ચાએ જોર પકડી છે. યોગ્ય તપાસ થાય તો ચોક્કસ કારણ જાણી શકાય એવી લોકો ચર્ચા થઈ રહી છે.
તાજેતરમાં જ 3 બિભત્સ વિડીયો વાયરલ થયા હતા
આવું પ્રથમ વખત નથી પરંતુ અવાર નવાર મારવાડી યુનિવર્સિટીનું કંઈકને કંઈક કૃત્ય બહાર આવતું રહ્યું છે. થોડા સમય પહેલાં પણ આ યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતી કિસ કરતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાઇરલ થયો હતો. જ્યારે એક વીડિયોમાં એક વિદ્યાર્થિની એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં આલિંગન આપી રહી હોય તેમજ નારાજ થયેલા વિદ્યાર્થીને મનાવી રહી હોય એ પ્રકારનાં દૃશ્યો વાઇરલ વીડિયોમાં કેદ થયાં હતાં.
મારવાડી યુનિ.ની હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે થયેલ શરમજનક કૃત્ય મામલે કોંગ્રેસના આકરા પ્રહાર
એન્ટી રેગિંગ અવેરનેસમાં ધ્યાન આપવું જરૂરી: રોહિત રાજપૂત
મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીએ ભયાનક ક્રૂરતા ભર્યું કૃત્ય આચાર્યાની શર્મનજક ઘટના સામે આવતા વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે મારવાડી યુનિ. ના મેનેજમેન્ટને આડા હાથ લીધા હતા. તેઓએ જણાવ્યું કે તમામ યુનિ. અને કોલેજોમાં એન્ટી રેગિંગ કમિટી હોય જ છે અને રેગિંગના કોઈ ભોગ ના બને તે માટે તમામ કાયદાઓ, નિયમોથી વિદ્યાર્થી વાકેફ થાય તે માટે જાગૃતતાના કાર્યક્રમો કરવાના હોય છે પરંતુ આવો એક પણ જાતનો અવેરનેસ કાર્યક્રમ કોઈ દિવસ થયો નથી પરંતુ અઠવાડિયે અઠવાડિયે એકાદ કાર્યક્રમ ભાજપનો યુનિ. મેનેજમેન્ટ ગોઠવણ કરી સરકારમાં સારું લગાડવા કરવા કરતી હોય છે તેના ફોટોગ્રાફ્સ અમારી પાસે પડ્યા છે. જો યુનિ. મેનેજમેન્ટ આટલું જ ધ્યાન વિદ્યાર્થીઓ પર સંસ્કાર, શિસ્તતા અને કેળવણીના કાર્યક્રમો તેમજ એન્ટી રેગિંગ અવેર્નેસ કાર્યક્રમો યોજ્યા હોત તો આવી ઘટનાઓ સામે આવી ના હોય.
વિદ્યાના ધામમાં અવારનવાર કલંકિત ઘટનાઓ સામે આવવી એ ક્યાંક સમાજ માટે અને વાલીઓ માટે ચિંતાજનક વિષય છે. યુનિ. મેનેજમેન્ટની જે જવાબદારીઓ વિદ્યાર્થીઓ પરની હોય તે સંભાળવામાં સદન્તરે નિષ્ફળ નીવડું છે એટલે જ છાશવારે આવી ઘટનાઓ સામે આવે તે દુ:ખદ છે.અમે યુનિ. મેનેજમેન્ટને આ મામલે રજુઆત કરી આ કેસ અંગે સ્પેશિયલ કમિટીની રચના કરી જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવા પ્રયાસ કરીશું.





