અડધું અમદાવાદ પાણીમાં ગરકાવ
પાલડી, વાસણામાં 22 ઇંચ વરસાદ
- Advertisement -
અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
વરસાદને પગલે આજે અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ : JTUની પરીક્ષાઓ યથાવત
સમગ્ર શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે આવતીકાલે 11મીએ સ્કૂલો-કોલેજો બંધ રહેશે. મોડી રાત્રે જીલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામા આવી હતી. ઉપરાંત કોર્પોરેશન હેઠળની પણ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમદાવાદ ઉપરાંત બોડેલી સહિતના મધ્યગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદને પગલે જીટીયુની વિવિધ કોર્સની સમર સેમ.પરીક્ષાઓ આવતીકાલે લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. જીટીયુ મોડી રાત સુધી પરીક્ષા મોકુફીનો કોઈ નિર્ણય લઈ શકી ન હતી પરીક્ષા લેવા મુદ્દે મુંઝવણ ઉભી થઈ હતી.
- Advertisement -
3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ
અમદાવાદ શહેરમાં 3 દિવસમાં છેલ્લા 3 દિવસમાં સીઝનનો 30 ટકા વરસાદ થઇ ગયો છે. ગઇકાલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ તથા આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રીએ તાબડતોબ ઇમરજન્સી બેઠક બોલાવી હતી.
અમદાવાદના મણિનગર અને ઈસનપુરમાં લકઝરી બસમાં ફસાયેલા 50થી વધુ લોકોને રેસ્ક્યૂ કર્યા
ફાયર વિભાગની ટીમે 100 લોકોને બચાવ્યાં
શહેરના મણિનગર, ઇસનપુર, પાલડી, વાસણા, એસ.જી.હાઈવે સહિતના વિસ્તારોમાંથી ફાયરબ્રિગેડની ટીમે અંદાજે 100 જેટલા લોકોને પાણીમાંથી બચાવ્યા હતા. ઇસનપુર ચાર રસ્તા પાસે પણ ખાનગી લકઝરી બસ ફસાઈ હતી. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં ગાડીઓ પાણીમાં ડૂબી, ઔડા તળાવની પાળી તૂટતાં વ્રજવિહારના બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યાં
અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ, શહેરના પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. ઔડા તળાવની પાણી તૂટી જતાં તળાવનું પાણી સીધું એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ ડૂબી ગઈ હતી.
અમદાવાદમાં કયાં કેટલો વરસાદ
ઉસ્માનપુરા- 16 ઇંચ
બોડકદેવ- 13 ઇંચ
જોધપુર- 12 ઇંચ
બોપાલ- 12 ઇંચ
મુક્તમપુરા- 11 ઇંચ
મણિનગર- 11 ઇંચ
સરખેજ- 10 ઇંચ
રાણીપ- 09 ઇંચ
ગોતા- 09 ઇંચ
વટવા- 08 ઇંચ
સાયન્સ સિટી- 7.5 ઇંચ
વિરાટનગર- 07 ઇંચ
ભીલોડા- 07 ઇંચ
નિકોલ- 05 ઇંચ
કઠવાડા- 05 ઇંચ