નશામાં ચકચૂર યુવક યુવતી રીઢા ગુનેગાર નીકળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર ભુતકાળમા પૈસાદાર, બીલ્ડરો જેવા સારા માણસોને હનીટ્રેપમા ફસાવી બ્લેક મેઇલ કરી તથા ખંડણી માંગણી કરેલના ગુનામા સંડોવાયેલ જેતપુરની લેડી ડોન તથા તેના સાગરીત ઇસમ કેફીપીણુ પીધેલ હાલતમા ઝડપાઈ.
જુનાગઢ પોલીસ કંટ્રોલરૂમમાં 9586360859 નંબર ઉપરથી કોઇ મહીલાનો ફોન આવેલ છે અને તેઓ તકલીફમાં છે તેઓ ફોન આવેલ જુનાગઢ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક માણાવદર આ બાબતે પોલીસને જાણ કરતા પીએસઆઇ સી.વાય.બારોટ તથા પોલીસ સ્ટાફે તાત્કાલીક એકશનના આધારે મળેલ ફોન નંબર ઉપર તેઓનો સંપર્ક કરતા ફોન કાપી નાખેલ અને બાદમા આ ફોન કાપેલ મહિલા એક કાળા કલરની સ્વીટ ફોર વ્હીલ કાર માણાવદરથી બાંટવા તરફ જતી હોવાની હકીકત આધારે આ કારનો પીછો કરી કાર નં- ૠઉં-11-ઈક-0094ની માણાવદર-બાંટવા રોડ મામા દેવના મંદીર પાસે પકડી પાડી હતી આ કારમાં કાર ચાલક ઇમ્તીયાઝ હબીબભાઇ દલ તથા કારમા બેસેલ મહિલા પાયલબેન ભાવેશભાઇ ધુસાભાઇ બુટાણી,પટેલ ઉ.વ.30 રહે. જેતપુર વાળાઓ હોય જેઓ બન્ને કેફીપીણુ પીધેલ હાલતમાં ઝડપીને કાર્યવાહી કરેલ હતી.
ત્યારે વધુ તપાસ કરતા આરોપી પાયલબેન બુટાણી રહે.જેતપુર વિરૂઘ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાજકોટ, ભકતિનગર પોલીસ સ્ટેશન રાજકોટ, રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ-2 (યુનીવર્સીટી), માલવીયાનગર પોલીસ સ્ટેશન માં અનેક ગુનાઓ નોંધાયેલા છે.
જ્યારે બીજો આરોપી ઇમ્તીયાઝ હબીબભાઇ દલ રહે.જુનાગઢ વિરૂઘ્ધ પણ જેતપુર, પાટણવાવ પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન, સી.ડીવી.જુનાગઢ, મહીલા પોલીસ સ્ટેશન-રાજકોટ સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે ત્યારે આ બંને આરોપીને ઝડપીને માણાવદર પોલીસે તપાસ હાથ ધરેલ હતી.
માણાવદરમાં પોલીસને ખોટો મદદનો ફોન કરનાર યુવતી પીધેલી હાલતમાં મળી આવી
