ભેસાણ તાલુકાના માલીડા ગામે ગત રાત્રે સિંહોએ તાંડવ મચાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ જિલ્લામાં ગીર બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના પશુ હુમલા સાથે મારણ કરવાની ઘટનાઓ વધી છે.અને ખેડૂતોના કિંમતી પશુનું મારણ કરતા ખેડૂતોમાં રોષ જોવામળી રહ્યો છે.
- Advertisement -
ભેંસાણ તાલુકાના માલીડા ગામ ગત રાત્રે બે વાગ્યે ચાર સિંહ આવી ચડ્યા હતા આખી રાત ગામની સેરીઓ અને ગલીમાં તાંડવ મચાવ્યું હતું અને ગામમાં ત્રણ પશુનું મારણ કર્યું હતું અને ચાર પશુને ઇજા કરી હતી જયારે ગિરનાર જંગલ માંથી બોર્ડર પરના ગામોમાં અવાર નવાર સિંહો આવી ચડે છે અને પશુના મારણ કરે છે. જયારે ગત રાત્રીના માલીડા ગામે ચાર સિંહો આવી ચડ્યા હતા અને સમગ્ર ગામને જાણે બાનમાં લીધું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને ગ્રામજનોમાં ભય ફેલાયો હતો આ સિંહના હુમલામાં ત્રણ પશુના મારણ કરીને ચાર પશુને ઇજા કરી હતી ત્યારે સ્થાનિક ગ્રામજનોના કેહવા મુજબ એક તો રાત્રીના પૂરતી વીજળી મળતી નથી જેના કારણે કોઈ વન્ય પ્રાણી આવી ચડે છે.ત્યારે ગામમાં અંધારું હોઈ છે.એવા સમયે સિંહ કે દીપડા જેવા વન્ય પ્રાણીની સામે પડકારો પણ કેમ કરવા અને વગર લાઈટે વન્ય પ્રાણી સામે જવું એ પણ એક જોખમ છે.