ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાનું કોયલી ગામ કે જ્યાં અંદાજીત 3000ની વસ્તી ધરાવતું આ ગામ છે.આ ગામની કરમની કઠણાઇ એ છે કે દર વખતે ગ્રામપંચાયતની ચૂંટણીમાં સતા તો પલટાઈ છે પરંતુ ગામ લોકોની સમસ્યાનો અંત આવતો નથી.વોર્ડ નંબર 2માં ગંદકીના ગંજ ખડકાયા છે.ગંદકીનું સામ્રાજય વોકળા કાઠે ગામના ગંદા પાણીનો નિકાલ થતો હોવાના કારણે અને તેના નિકાલની પંચાયત દ્વારા કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા પાણીજન્ય રોગોએ માજા મુકી છે, ઘરે ઘરે માંદગીના ખાટલાઓ જોવા મળે છે.નાના ભૂલકાઓ થી લઇ વૃદ્ધ વડીલોને આ ગંદકીના સામ્રાજ્ય માંથી પસાર થવું પડે છે. ગ્રામજનો તંત્ર વાહકોને રજૂઆતો કરી ને થાક્યા હોય હવે તો પરિણામ નહિ આવે તો પંચાયત કચેરી સામે પણ ઉપવાસ આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે. જયારે ગામમાં ગંદકી,ભ્રષ્ટાચાર અને સીસીટીવી બંધ મુદ્દે તંત્ર વાહકોને ખુદ ગ્રામપંચાયતના સદસ્યો દ્વારા કરાય રજૂઆત.