કાશીમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ફરી વાર કોર્ટે ચઢ્યો છે. હકીકતમાં 15 ફેબ્રુઆરીએ ભોંયરામાં બનેલી ઘટના બાદ વિશ્વનાથ મંદિરે કોર્ટમાં અરજી કરી છે.
શ્રીકાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટે જ્ઞાનવાપી સંકુલમાં દક્ષિણ (વ્યાસજી) ભોંયરાના સમારકામ માટે અને પૂજારીઓની સલામતી માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. સોમવારે ટ્રસ્ટ તરફથી ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં એવું જણાવાયું કે નમાજ પઢનારા આવનાર લોકોના દબાણથી ભોંયરાની છતમાંથી પથ્થરનો ટુકડો તૂટીને મૂર્તિઓની બાજુમાં પડ્યો હતો જેને કારણે ગભરાટ ફેલાયો હતો. અરજીમાં ભોંયરાની છત પર નમાજ પઢનારાની અવરવજર બંધ કરવાનું અને છતનું સમારકામ કરવાનું કહ્યું છે.
- Advertisement -
કાશી વિશ્વનાથ મંદિરે કોર્ટમાં કરી અરજી
જ્ઞાનવાપી સાથે જોડાયેલા એક કેસમાં પહેલીવાર કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ કોર્ટમાં પહોંચ્યું છે. વકીલોએ ન્યાયિક કાર્યનો બહિષ્કાર કરવાને કારણે સુનાવણી ૧૯ માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી હતી. 31 જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટે વ્યાસજીના પરિવારની અરજી પર બેઝમેન્ટનું બેરિકેડિંગ હટાવી દીધું હતું અને પૂજાની મંજૂરી આપી હતી. ત્યારથી અહીં પૂજા-પાઠ ચાલી રહ્યો છે. વ્યાસજીના પરિવારે કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને પૂજાના અધિકાર સોંપ્યા છે.
Now, Allahabad High Court rejected the Mosque committee's plea and allowed puja (prayers) to continue inside ‘Vyas Tehkhana’ in Gyanvapi.
Varanasi administration should make arrangements in such a way that more & more people can attend the prayers in southern cellar of Gyanvapi. pic.twitter.com/hk5J4O4kaJ
- Advertisement -
— Anshul Saxena (@AskAnshul) February 26, 2024
પૂજાની મંજૂરી બાદ જ્ઞાનવાપીમાં વધી નમાજીઓની સંખ્યા
તાજેતરમાં પૂજારીઓએ મંદિર પ્રશાસનને આવેદનપત્ર આપીને માહિતી આપી હતી કે ભોંયરામાં પૂજા સ્થળ પાસે જર્જરિત પથ્થરની દિવાલો અને છતના કારણે છત પરથી સતત પાણી ટપકી રહ્યું છે. છતના પથ્થરના બીમમાં તિરાડ પડી ગઈ છે. 31 જાન્યુઆરીએ કોર્ટે વ્યાસજીના તહખાનામાં હિંદુઓને પૂજાની છૂટ બાદ જ્ઞાનવાપીમાં નમાજીઓની સંખ્યામાં વધારો થયો છે આને કારણે દબાણ આવતાં 15 ફેબ્રુઆરીના રોજ છત હલી ગઈ હતી અને છત પરથી એક પથ્થર તૂટીને વિગ્રહ પ્લેટફોર્મની બાજુમાં જ પડ્યો હતો. આવી સ્થિતિમાં પૂજારીઓ પર ખતરો તોળાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટે અરજીમાં એવી પણ વિનંતી કરી છે કે, છતની અંદરથી પૂજા સ્થળનું સમારકામ કરવું જરૂરી છે. નહીંતર, અપ્રિય ઘટના ગમે ત્યારે બની શકે છે.
હિંદુઓને મળી છે પૂજાની મંજૂરી
31 જાન્યુઆરીના રોજ વારાણસી જિલ્લા કોર્ટે હિંદુઓને જ્ઞાનવાપીમાં ભોંયરામાં વ્યાસજીના તહખાનામાં પૂજાની મંજૂરી આપી છે. હિદુ પક્ષનો દાવો છે કે અહિં એક જમાનામાં મંદિર હતું જેને તોડીને બાબરી બનાવાઈ હતી.