એક વ્યક્તિને ઇજા પહોંચી: સદનસીબે જાનહાની થઇ નહિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ માંડવીચોક વિસ્તારમાં મોટી શાક માર્કેટ તરફથી પુરપાટ ઝડપે દોડી આવલ કાળા કલરની મોટરકારનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં કાર ચાલકે રસ્તા પરના ત્રણ વાહનોને અડફેટે લીધા હતા તેમજ એક વ્યક્તિને પણ ઇજા પહોંચે તે રિતે બેદરકારી દાખવી હોવાની વિગત મળી રહી છે.
મહત્વનુ છે કે મહોરમ હોવાથી અને શાક માર્કેટ હોવાથી આ વિસ્તારમાં લોકોની ચહલ પહલ પણ વધું હોય છે ત્યારે હાલ તો સદનસીબે મોટી જાનહાનિ ટળી છે પરંતુ સ્થાનિક વેપારીઓ અને રાહદારીઓ દ્રારા આ બાબતે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરવામાં આવી છે ત્યારે એ ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા મોટર કાર ચાલક સામે ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાની વિગત મળી રહી છે