ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ શહેરમાં પુરના પાણી અનેક વિસ્તારોમાં ઘુસી ન જાય તેના માટે કાળવા વોકળાને 1 મીટર ઊંડો ઉતારવાની સાથે વોંકળાની બંન્ને તરફ લંબાઈ 2.5 મીટર વધારાવામા આવી છે પણ ગત ચોમાસાની સીઝનમાં જૂનાગઢ શહેરમાં તારાજીના દર્શ્યો જોવા મળ્યા હતા અને વરસાદી પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને વાહનો સહીત ઘરવખરીને કરોડોનું નુકશાન થયું હતું ત્યારે બાદ તંત્ર સફાળું જાગ્યું હતું એન કાળવાના વોંકળાને હવે ઉંડો ઉતારી સફાઈ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા જે રીતે કાળવાના વોંકળાની સફાઈ કામગીરી કરવામાં આવી તેમ હવે લોકોની એવી માંગ છે કે, કાળવાના વોંકળાં કાંઠે આવેલ નિયમ વિરુદ્ધ ખડકાયેલા બાંધકામો ક્યારે દૂર કરવામાં આવશે.
- Advertisement -
જયારે આ મુદ્દે હાઇકોર્ટે પણ મહાનગર પાલિકા પાસે જવાબ માંગ્યો છે. ત્યારે મહાનગરપાલિકા માત્ર નોટીસ આપીને સંતોષ માનીલે છે,પરંતુ હકીકતે જે રીતે કાળવાનો વોંકળો ગેરકાયદે બાંધકામ થી સાંકડો થયો છે જેના લીધે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી અને ચોમાસામાં જયારે ભારે વરસાદ પડે ત્યારે પ્રોટેક્શન દીવાલ તોડી પાણી સોસાયટી વિસ્તારોમાં ઘુસી જાય છે.જે ખરેખર કરવાની કામગીરીમાં ઢીલીનીતિ સામે શહેરીજનો સવાલ ઉભા કરી રહ્યા છે.