શહેરમાં ચોરી,લૂંટ,મારમારીની ઘટના વધતા પોલીસે કોમ્બિંગ કર્યું
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલ મારામારીના બનાવ અનુસંધાને એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર, પીઆઇ આર.એસ.પટેલ, પીએસઆઇ એ.કે.પરમાર, આર. પી.ચુડાસમા, એ.બી.દત્તા, સી ડિવિઝન પીએસઆઇ જે.જે.ગઢવી, બી ડિવિઝન પીએસઆઇ જે.એચ.કછોટ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા તેમજ તાલુકા પોસઈ પી.વી. ધોકડીયા, ભવનાથ પોસઈ એમ સી.ચુડાસમા સહિતના જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, જૂનાગઢ તાલુકા, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના આશરે 10 જેટલા પોલીસ અધિકારીઓ તથા 60 જેટલા સ્ટાફના માણસોના વિશાળ કાફલા સાથે ભારતમિલના ઢોળા વિસ્તાર, સુખનાથ વિસ્તાર, દાતાર રોડ તથા દોલતપરા વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી, લૂંટ, ખૂન, મારામારી, જુગાર, દારૂ, જેવા ગુનાઓમાં પકડાયેલા ગુનેગારોનું લિસ્ટ બનાવી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.


