સોરઠ પંથકમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો વાવણીમાં જોતરાયા
જિલ્લાના પાંચ તાલુકામાં 1થી 3 ઇંચ, ત્રણ તાલુકામાં નહિવત વરસાદ
- Advertisement -
શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા વીજળી ગુલ, ઘરોમાં પાણી ઘુસ્યા, અનેક વિસ્તારોમાં કાદવ કીચડ, રસ્તાઓ પર પાણી ભરાયા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને જિલ્લામાં વાવણી લાઈક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કાર્ય શરુ કર્યું હતું જિલ્લના 5 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી હતી જયારે માણાવદર, ભેસાણ અને માંગરોળમાં 5 મિમિ વરસાદ નોંધાયો હતો જેમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ મેંદરડામાં 88 મિમિ, જૂનાગઢ, વંથલી, વિસાવદર, કેશોદ અને માળીયા હાટીના તાલુકાઓમાં 1 થી 3 ઇંચ વરસાદ પડતા ખેતરો અને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા અને ચેકડેમો સહીત વોંકળામાં પાણી ભરાયા હતા જોકે ચોમાસાની સીઝનનો પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતા ગરમીથી લોકોને રાહત મળી હતી આજે પણ સવારથી વાદળો ઘેરાતા હજુ સારા વરસાદની આશા લોકો સેવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલી ગઈ હતી શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના ટીંબાવાડી, મધુરમ સહીત અનેક વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા
અને સોસાયટીઓના રસ્તા પર ખોદેલા ખાડાના લીધે પાણી ભરાતા કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું બીજી તરફ શહેરના રસ્તાઓ પણ પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી અને ટ્રાફિક જામના દર્શ્યો જોવા મળ્યા હતા જેમાં ગીરનાર પહાડો અને ભવનાથ તળેટી સહીતના વિસતારાઓમાં વરસાદની એન્ટ્રી થતા શહેરીજનો ભવનાથ તળેટીમાં લટાર મારવા નીકળતા ટ્રાફિક જામ થયો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા શહેરીજનો અકળાઈ ઉઠ્યા હતા આમ પ્રથમ વરસાદે તંત્રની પ્રી-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઈ હતી અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે સારા વરસાદના લીધે લોકોમાં ખુશી પણ જોવા મળી હતી. મેંદરડા પંથકમાં 3 ઇંચ થી વધુ વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા ત્યારે મેંદરડા તાલુકાના મીઠાપુર ગામે રહેતા હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત બપોર બાદ પોતાની વાડીએથી ઘરે જતા હતા ત્યારે અચાનક નદીમાં પૂર આવતા તેઓ તણાયા હતા આ અંગે પરીવાર અને ગ્રામજનો જાણ થતા પોલીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા તુરંત બનાવ સ્થળે પોહચી ખેડૂતની શોધખોળ શરુ કરવામાં આવી હતી મોડી રાત્રી સુધી ખેડૂતની ધોધખોળ શરુ રાખી હતી જયારે આજે બપોરના 12 વાગ્યા સુધી કોઈ પતો લાગ્યો નથી અને તંત્ર દ્વારા નદીના વિસ્તારોમાં અલગ અલગ ટિમ દ્વારા શોધખોળ ચાલી રહી છે.જયારે પ્રથમ વરસાદે ગ્રામ્ય પંથકના નદી નાળામાં પૂર આવતા અનેક વૃક્ષો પડવાની ઘટના પણ સામે આવી છે.
- Advertisement -
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના લીધે બદતર સ્થિતિ સર્જાઇ
જૂનાગઢ શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના ટીંબાવાડી, મધુરમ, ઝાંઝરડા વિસ્તાર, જોશીપુરા સહિતના અનેક સોસાયટી વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા અને ઘરોમાં પાણી ઘુસી જતા સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો બીજી તરફ ભૂગર્ભ ગટર અને ગેસ લાઈન અને પાણી લાઈનો માટે ખોદેલા રસ્તા રીપેર નહિ થતા રસ્તા પર ખાડા પડવાના લીધે રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આમ જૂનાગઢ મનપાની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી હતી બીજી તરફ ચોમાસાની સીઝનમાં પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી થતા શહેરીજનો ઘર બહાર વરસાદની મજા માણવા નીકળી પડતા ભવનાથ સહીતના વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.