પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો, અવાર-નવાર ફોન પર પરેશાન કરતો હોવાથી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને ગલીયાવાડનો સમીર સીડા અવાર-નવાર પાછળ જઇ પ્રેમ સબંધ રાખવાદબાણ કરતો હતો. યુવતિએ સબંધ રાખવા ના પાડી છતા પજવણી કરતો હતો. થોડા દિવસ પહેલા યુવતિ ઘરે એકલી હતી ત્યારે સમીર સીડા ઘરમાં ઘુસી ગયો હતો અને યુવતિને અડપલા કર્યા હતા. યુવતિએ બૂમાબૂમ કરતા આ શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. છેલ્લા એકાદ માસથી સમીર સીડા ફોન તેમજ સોશીયલ મિડીયા પર મેસેજ કરી હેરાન કરતો હતો. ફોન કરી પ્રેમ સબંધ રાખવા દબાણ કરી ગાળો આપી પરિવારને મારી નાખવાની ધમકી આપતો હતો. ડરી ગયેલી યુવતિએ પરિવારને જાણ કરવામાં પણ અચકાતી હતી. યુવતિની તબીયત લથડતા દાખલ કરવામાં આવી હતી. યુવતિએ હિંમત કરી માતા-પિતાને વાત કરી હતી આખરે યુવતિએ ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસે સમીર સીડા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
વંથાલીના ગ્રામ્યમાં દાદી સાથે ઉંઘતી તરૂણીને કામાંધ યુવકે અડપલાં કર્યા
શખ્સ સામે પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ
જૂનાગઢ: વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક તરૂણી તેની દાદી સાથે ઉંઘતી હતી ત્યારે એક શખ્સે તરૂણીને શારિરીક અડપલા કર્યા હતા. આ અંગે તરૂણીના દાદીએ ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક તરૂણીને ગામનો માલદે ઉર્ફેમાલા ભુપત પરમાર નમાનો યુવાન અવર-નવાર ખરાબ નજરથી નિહાળતો હતો. તરૂણી ઓસરીમાં તેના દાદી સાથે ઉંઘતી હતી ત્યારે માલદે ઉર્ફે માલાએ શારિરીક અડપલા કરી નાસી ગયો હતો. તરૂણીએ આઅંગે વાત કરતા સૌ કોઇ ચોંકી ગયા હતા. આ મામલે તરૂણીના દાદીએ ફરિયાદ કરતા વંથલી પોલીસે માલદે ઉર્ફે માલા પરમાર સામે પોકસો એકટ સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -