ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ભુગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે. અનેક વિસ્તારમાં કામ પૂર્ણ પણ થઇ ગયું છે. વરસાદનું પાણીનો નિકાલ ભુગર્ભ ગટરમાંથી થઇ શકતો ન હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. શહેરમાં ઠેરઠેર ભુગર્ભ ગટરનાં ઢાંકણામાંથી પાણી નિકળી રહ્યાંનાં દ્રષ્યો જોવા મળી રહ્યાં છે.
જૂનાગઢમાં કરોડો રૂપિયાનાં ખર્ચે ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ જૂનાગઢમાં અનેક જગ્યાએ ભુગર્ભ ગટરનાં લાઇનનાં પાઇપ નાના નાખવામાં આવ્યાં છે. એટલું જ નહી અમુક જગ્યાએ તો આ લાઇન રબરની હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ થતા ભુગર્ભ ગટરમાંથી પાણીનો નિકાલ થઇ શકયો નથી. અનેક જગ્યાએ ભુગર્ભ ગટરનાં ઢાંકણામાંથી પાણી નિકળવા લાગ્યું છે. જૂનાગઢમાં તંત્રની આ કામગીરીની સોશિયલ મિડિયા પર ટીકા થઇ રહી છે. તેમજ પાણી નિકળતા હોવાનાં વિડિયો વાયરલ થઇ રહ્યાં છે.