આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને રાખડી બાંધે છે. જૂનાગઢનાં ઇન્દિરાબેન નિમાવત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હતા અને હાલ રિટાયર કર્મચારી છે. પોતાને સગો ભાઈ નથી એટલે વર્ષોથી તેમના સાથી કર્મચારી અને ભાઈથી વિશેષ એવા મુન્નાભાઈ મનેસરને રાખડી બાંધે છે. મુન્નાભાઈ મનેસર મુસ્લિમ સમાજમાંથી આવે છે. પરંતુ દર વર્ષે રાખડી બંધાવી હિન્દુ મુસ્લિમ એક છે તેઓ સંદેશો પાઠવે છે. ફક્ત ઇન્દિરાબેન અને મુન્નાભાઈ જ નહીં પરંતુ જુનાગઢમાં કેટલાય એવા ઘર છે કે જ્યાં મુસ્લિમ ભાઈ અને હિન્દુ બહેન રાખડી બાંધવા આવે છે.
જૂનાગઢમાં 20 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઇને બાંધે છે રાખડી

You Might Also Like
Follow US
Find US on Social Medias