ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃત્તી રોકવા માટે છેલ્લા એક મહિનાથી ટ્રાફીક ડ્રાઇવની કડક હાથે કામગીરી કરવામાં આવી છે. જેમાં કાળા કાચની કાર, ટ્રીપલ સવારી તેમજ ડ્રન્ક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડથી ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર કુલ 8279 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ ચાર્જ સંભાળીયાની સાથે જ જૂનાગઢ શહેર તેમજ તાલુકા વિસ્તારોમાં ગુનાખોરી તથા અસામાજીક પ્રવૃત્તિ કરનાર શખ્સો વિરૂઘ્ધ કડકાઇ અને મકકમતાથી કાર્યવાહી કરવામાં આવેલ અને મેગા ડ્રાઇવ યોજીને વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ મેગા ડ્રાઇવથી અસામાજીક પ્રવૃત્તી કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં જિલ્લાભરમાં ટ્રાફીક ડ્રાઇવ યોજવામાં આવશે.