હેલિપેડ ખાતે રાજ્યપાલનું સ્વાગત કરાયું
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજરોજ જૂનાગઢ કૃષિ યુનિ.ના 19મો પદવીદાન સરમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જૂનાગઢ પધારેલા રાજ્યપાલનું હેલીપેડ ખાતે મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય, કલેકટર સહિતના અધિકારી અને પદાધિકારીઓએ સ્વાગત કર્યુ હતુ.
જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારેલ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી બીલખા ખાતે વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહીને અઘ્યક્ષ સ્થાને વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવશે.
જૂનાગઢમાં રાજયપાલના હસ્તે 628 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ
