ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે દેશી દારૂની હાટડી ધમધમતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરીને ખેતરમાં એરંડાના ઉભા પાકમાં તપાસ કરી હતી જેમાં એરંડાના પાકમાંથી 60 લીટર દેશી દારૂનો આથો ભરેલા છ બેરલ મળી આવ્યા હતા જેથી પોલીસે 360 લીટર દેશી દારૂનો આથો કબ્જે કરીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હળવદ પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જૂના ઈસનપુર ગામે ખેતરમાં દરોડો કર્યો હતો જ્યાં એરંડાના ઉભા પાકમાં તપાસ કરીને પોલીસે દેશી દારૂનો આથો ભરેલા 60 લીટરના છ બેરલ એમ કુલ 360 લીટર દેશી દારૂનો આથો (કિં. રૂ. 720) ઝડપી લીધો હતો જોકે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરીને આરોપી જેન્તી કેશાભાઇ કોળી રહે. જુના ઇસનપુર સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જુના ઈસનપુરમાં એરંડાના પાકમાંથી 360 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો
