ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુરમાં ગત સાંજે બે વયોવૃદ્ધ મિત્રએ સાથે ઝેરી પ્રવાહી ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે બંનેના મૃતદેહોને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં અને તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી પોલીસે મોતના કારણ અંગે તપાસ હાથ ધરી હતી. જેતપુરના પાંચપીપળા રોડ પર ગત સાંજે બે વૃધ્ધોને ઝેરી દવા પી લીધી હોવાનો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ આવતા 108નો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો બે વયોવૃદ્ધ સામસામે ખુરશી પર બેભાન અવસ્થામાં પડ્યા હતાં
- Advertisement -
અને બાજુમાં એક ગ્લાસમાં લીલા કલરનું થોડું વધેલું પ્રવાહી પણ હતું. બંનેને સરકારી હોસ્પિટલે લવાતા ફરજ પરના ડોકટરે બંનેને મૃત જાહેર કર્યા હતાં આ બન્નેની ઓળખ વસંતભાઈ તોલારામ ખુહા ઉ.વ. 64 અને અમૃતબગાઇ કરશનભાઇ મુરાણી ઉ.વ.70 તરીકે થઇ હતી વસંતભાઈ પાંચપીપળા રોડ પર એકલો રહેતો હતો અને દેસાઈવાડીમાં રહેતા તેમના મિત્ર અમૃતબગાઈ તેમના ઘરે અવારનવાર આવતા હતાં પોલીસે બંને મૃતક મિત્રોના પરિવારજનોના નિવેદનો નોંધી મોતના કારણ અંગે તપાસ હાથ ધરી છે.