ધમાકેદાર ડી.જે. વિથ લેઝર શો – અનપ્લગ બોલીવુડ થીમ બ્ોન્ડ માણીને ખેલૈયા અને દર્શકો રોમાંચિત થઈ ઉઠયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ્ કામદાર રાસોત્સવ ખાતે ત્રીજા નોરતે આયોજીત લેઝર શો વીથ ડી.જે. અને અનપ્લગ બ્ોન્ડ સહીતનાં આયોજન ઉપરાંત દેશભકિતની થીમ સાથે ખેલૈયાઓ મંત્રમુગ્ધ બન્યા હતા આ બ્ો દિવસ દરમ્યાન ખેલૈયાઓની ભરચક મેદની ઉમટી હતી. હજારોની સંખ્યામાં હાજર ખેલૈયાઓ, દર્શકો, મહેમાનશ્રીઓ વિગેરે મનભરીને કાર્યક્રમને માણ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોએ જૈનમ્નાં તમામ આયોજન અને ખાસ કરીને આજનાં આ આયોજીત ખાસ કાર્યક્રમને ખૂબ જ વખાણ્યો હતો. ચોથા નોરતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને દર્શકો રવિવારની રજા માણવા જાણે પરિવાર સહ રાસોત્સવનો લ્હાવો લેવા ઉમટી પડયા હતા. બરોડાનાં જાણીતા ગાયક પરાગીબ્ોન અમર (પારેખ) ખાસ ત્રણ દિવસ માટે જૈનમ રાસોત્સવનાં ખેલૈયાઓને ડોલાવવા આવી પહોચ્યા હતા. હજુ આવનાર બ્ો દિવસ દરમ્યાન આ વર્સેટાઈલ સીંગરને માણવાનો લ્હાવો જૈનમ્ રાસોત્સવનાં ખેલૈયાઓ લઈ શકશે. અવનવા ગીતોની હારમાળ, ધમાકેદાર સંગીતકારોની ટીમ અને ગગન ગુંજાવતુ સાઉન્ડ સીસ્ટમ રાસોત્સવનાં ખેલૈયાઓને અવનવું જોમ પુરુ પાડીને થીરકવા માટે મજબ્ુાર કરી રહયું છે. ત્યારે આ બન્ને દિવસ ખેલૈયાઓએ રજાનાં માહોલમાં ખુબ ઉત્સાહભેર ભાગ લઈને રાસોત્સવની રંગત વધારી હતી. ત્રિજા અને ચોથા નોરતે જૈનમ્ કામદાર રાસોત્સવનાં આંગણે મહેમાન બનીને અનેક મહાનુભાવો હાજર રહયા હતા જેમા સર્વશ્રી ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડો.ભરતભાઈ કાકડીયા-પ્રેસીડન્ટ આઈ.એમ.એ.-ગુજરાત, ડો.કાંત જોગાણી – પ્રેસીડન્ટ : આઈએમએ-રાજકોટ, ડો.અતુલભાઈ પંડયા – નેશનલ વાઈસ પ્રેસીડન્ટ, જાણીતા બલ્ડિર દિલીપભાઈ શેઠ, આર.કે.ગ્રુપનાં સર્વાનંદભાઈ સોનવાણી, શેઠ બલ્ડિર્સનાં મુકેશભાઈ શેઠ, જેએમજે ગ્રુપનાં મયુરસિંહ જાડેજા, નિતીનભાઈ ભારદ્વાજ, સમય મીરર અખબારનાં મયુરસિંહ રાણા, પ્રદિપસિંહ ઝાલા, પે ટચ એપ્લીકેશનનાં કીશનભાઈ ગજેરા, કમલેશભાઈ મીરાણી, ભાજપ કાર્યાલયમંત્રી હરેશભાઈ જોશી, રાજદિપસિંહ જાડેજા, યોગીનભાઈ છનીયારા વિગેરે ખાસ ઉપસ્થિત રહયા હતા.
ત્રીજા અને ચોથા નોરતાનાં મુખ્ય અતિથિ પરિવારો રોલેકસ રિંગ્સ લીમીટેડનાં મનીષભાઈ મડેકા, પિનાકીનભાઈ મડેકા તથા તેમનો સમગ્ર પરિવાર તથા ખારા પરિવારનાં તમામ વડીલ મુરબ્બ્ાીઓનું પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ બન્ને મુખ્ય અતિથિ પરિવારોનું ઢોલ નગારાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિન્ટેજ કારમાં આ અતિથીઓને બ્ોસાડી મંદિર સુધી દોરી જવામાં આવ્યા હતા. મંદિર ખાતે માં જગદંબાની આરતી કરીને તમામ પરિવારજનોએ ધન્યતા અનુભવી હતી. આજનાં ત્રિજા નોરતે રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ ધવલ કોઠારી, બીજા નંબરે સન્ની બાટવીયા,, ત્રીજા નંબર અક્ષિત ઉંચાટ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ ધર્મી દોશી, બીજા ક્રમે અંકીતા વોરા, અને ત્રીજા ક્રમે રૂત્વી શાહ તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે દેવાંશુ વોરા, બીજા નંબરે ભવ્ય શેઠ, ત્રીજા ક્રમે રેયાંશ ખારા અને કીડસ પ્રિન્સેસ તરીકે પ્રથમ ક્રમે સંઘાણી, બીજા નંબરે રીશી મણીયાર, ત્રિજા નંબરે કશીશ અજમેરા વિજેતા બન્યા હતા.
- Advertisement -
જ્યારે ત્રિજા નોરતે વેલડે્રસ પ્રિન્સમાં પ્રથમ નંબરે હર્ષિત શાહ, બજિા નંબરે નિર્મિત શાહ, ત્રિજામાં અમન કોઠારી અને વેલડે્રસ પિન્સેસમાં પ્રથમ નંબરે ઈશા ઉંચાટ, બીજા નંબરે શ્વેતા કોઠારી અને ત્રીજા નંબરે અલ્પા સંઘવી ઉ5રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે મંથન અંબાવી, બીજા નંબરે સોહમ કોઠારી, ત્રીજા નંબરે પ્રશીલ ઝાંટકીટા અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર સામ્યા શેઠ, બીજા નંબરે પ્રેશા કોઠારી, ત્રીજા નંબરે ક્રિસ્ટી મહેતા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આજનાં ચોથા નોરતે રાસોત્સવમાં બ્ોસ્ટ પ્લેયર પ્રિન્સ કેટેગરીમાં પ્રથમ મનન વોરા, બીજા નંબરે દિપેશ માવાણી, ત્રિજા નંબર યુગ શેઠ જ્યારે પ્રિન્સેસ તરીકે પ્રથમ હેત્વી ઘેલાણી, બીજા ક્રમે સિમા અંબાવી અને ત્રિજા ક્રમે જીનાલી વોરા તેમજ કીડ્સ માં પ્રીન્સ તરીકે પ્રથમ નંબરે પાર્શ્વ શાહ, બીજા નંબરે પ્રાંશુ શેઠ, ત્રીજા ક્રમે દર્શિત ઝાટકીયા અને કીડસ પ્રીન્સેસ તરીકે પ્રથમ ક્રમે અમી ભોડીયા, બીજા નંબરે કિયા મહેતા ત્રિજા નંબરે નિરવી ખારા વિજેતા બન્યા હતા.
જ્યારે ચોથા નોરતે વેલડે્રસ પ્રિન્સમાં પ્રથમ નંબરે દિપેન શાહ, બજિા નંબરે હર્ષ ગાંધી, ત્રીજામાં સાગર કામદાર અને વેલડે્રસ પિન્સેસમાં પ્રથમ નંબરે વિશ્વા ઉચાટ, બીજા નંબરે કરીશ્મા વોરા અને ત્રીજા નંબરે કાજલ વોરા ઉ5રાંત વેલડે્રસ કીડ્સ પ્રિન્સ તરીકે પ્રથમ નંબરે વિયાન બાવીસી, બીજા નંબરે આયુષ પતિરા, ત્રીજા નંબરે તનુઝ પારેખ અને વેલડે્રસ કીડસ પ્રિન્સેસમાં પ્રથમ નંબર પ્રિશા મહેતા, બીજા નંબરે રૂત્વી વોરા, ત્રીજા નંબરે અનાયા શેઠ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
જૈનમ્ કામદાર રાસોત્સવમાં મોટી સંખ્યામાં રમતા ખેલૈયાઓ વચ્ચેથી વિજેતા ખેલૈયાઓની પસંદગી કરવાનાં કપરા કાર્યમાં નિર્ણાયક તરીકે ધર્મેશભાઈ જોબનપુત્રા, તન્વીબ્ોન જોબનપુત્રા, હેમાક્ષીબ્ોન કાનાબાર, કોમલબ્ોન ભીલવાણી, ડો.ભુમીબ્ોન ત્રિવેદી સેવા આપેલ હતી.