રાજયના દરિયામાં 680 ડોલ્ફિન; 300થી વધુ સર્પોનું સંવર્ધન થાય છે
ગુજરાતમાં 2 લાખથી વધુ વાંદરા અને 2.65 લાખ જેટલી નીલગાયની વસ્તી
રાજ્યમાં દિપડા, કાળીયાર, ચિંકારા, વરૂ, ઘુડખર સહિત 5.35 લાખ પ્રજાતિઓ વસે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલના માર્ગદર્શનમાં વન વિભાગ સહિત વિવિધ પ્રાણીપ્રેમી સંસ્થાઓ દ્વારા પ્રાણી સંવર્ધન અને સંરક્ષણની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્યમાં છેલ્લે વર્ષ 2020માં થયેલી વન્યજીવ વસ્તી ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ, જ્યારે વસ્તી અંદાજ – ગણતરી વર્ષ 2023 મુજબ નીલગાય 2.24 લાખથી વધુ, વાંદરા બે લાખથી વધુ તેમજ જંગલી સુવર અને ચિત્તલ એક લાખથી વધુ જોવા મળ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત 9,170 કાળીયાર, 8,221 સાંભર, 6,208 ચિંકારા, 2,299 શિયાળ, 2,274 દિપડા, 2,272 લોંકડી, 1,484 વણીયર, 1,000થી વધુ ચોશીંગા તેમજ 222 વરૂ રાજ્યમાં નોંધાયા છે. ઉપરાંત ગત વર્ષ 2024માં યોજાયેલી ગણતરી મુજબ 7,672 જેટલા ઘુડખર, ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300થી વધારે ઝેરી સર્પો અને 680 જેટલી ડોલ્ફિન સહિત ગુજરાતમાં કુલ 5.65 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે. જે સમગ્ર રાજ્ય માટે વન્યજીવ પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ છે.
દેશમાં એક માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર એ રાજ્યનું ગૌરવ છે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસ તેમજ વિવિધ જાગૃતતા અભિયાનોના પરિણામે રાજ્યમાં 7,672 જેટલી ઘુડખરની વસ્તીમાં નોંધાઈ છે, એટલે કે અંદાજે 26.14 ટકાનો વધારો થયો છે. ઘુડખર મુખ્યત્વે રાજ્યના 6 જિલ્લાઓમાં જોવા મળે છે, જેમાં 2,705 ઘુડખર સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે. જ્યારે 1,993 ઘુડખર કચ્છ જિલ્લામાં, ગુજરાતમાં છેલ્લી ગણતરી મુજબ 7,672 જેટલા ઘુડખર નોંધાયા છે.
ગુજરાત સૌથી લાંબો સમુદ્રી કિનારો ધરાવતો હોવાના લીધે સમૃદ્ધ જળચર પ્રાણી વારસો એટલે કે, અનેક દુર્લભ જળચર પ્રાણીઓ જોવા મળે છે. જેમાં સૌથી સુંદર અને આકર્ષક પ્રાણી છે ‘ડોલ્ફિન’. તાજેતરમાં ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી.
જળચર – વન્ય જીવ સંરક્ષણ અને સંવર્ધનના વિશેષ પ્રયાસોના પરિણામે ગુજરાતના 4,087 ચો. કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. સ્વસ્થ ઇકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખુબ જ મહત્વનું જળચર પ્રાણી છે. જે સમુદ્રી ઇકોસિસ્ટમમાં સંતુલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરે છે. ગુજરાતના દરિયા કિનારે જોવા મળતી ડોલ્ફિન દેશ – વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણ કેન્દ્ર બની છે.
- Advertisement -
કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ‘ચિત્તા ક્ધઝર્વેશન બ્રિડીંગ સેન્ટર’ પણ તૈયાર કરવા મંજૂરી મળી છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. જે ભવિષ્યમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અગત્યનો ભાગ ભજવશે. આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ – ઠઇંઘ ની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે સૌપ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સર્પદંશને લગતા સંશોધન, નિવારણ, નિદાન, સારવાર, પુનર્વસન તેમજ ગુજરાત અને પડોશી રાજ્યોના મેડિકલ અધિકારીઓને સર્પદંશના ઉપચાર તથા વ્યવસ્થાપન અંગે તાલીમ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ સર્પ સંશોધન સંસ્થાનમાં હાલમાં લગભગ 300થી વધારે ઝેરી સાપ રખાયા છે, જેની સંખ્યા ભવિષ્યમાં 3,000 સુધી લઈ જવામાં આવશે.
અહીં ઠઇંઘની માર્ગદર્શિકા અનુસાર સાપમાંથી વેનમ કલેક્શનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ધરમપુર ખાતેના આ સર્પ સંશોધન સંસ્થાનમાં મુખ્ય ચાર ઝેરી સાપોને રાખવામાં આવે છે. જેમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપરનો સમાવેશ થાય છે, એમ વન વિભાગની યાદીમાં જણાવાયું છે.