એપ્રિલ – ઓગસ્ટ 2024 દરમિયાન સ્કૂટરનું વેંચાણ 24 ટકા વધ્યું : મોટરસાઇકલના વેંચાણમાં 13 ટકાનો વધારો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.17
- Advertisement -
ભારતીય લોકો ફરીથી સ્કૂટર તરફ વળ્યાં છે. ભારતમાં સ્કૂટરના વેચાણમાં મોટરસાઇકલના વેચાણ કરતાં વધુ વધારો થયો છે. ઇલેક્ટ્રિક મોબિલિટીનું વિસ્તરણ, શહેરી ભીડ અને કર્મચારીઓની વધતી જતી મહિલાઓની ભાગીદારી એ એવા પરિબળો છે કે જેને આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સ્થાનિક ટુ-વ્હીલર માર્કેટમાં સ્કૂટર્સનો હિસ્સો સાત વર્ષની ઊંચી સપાટીએ પહોંચાડ્યો છે. અવિકસિત શહેરી પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સમગ્ર શહેરોમાં કનેક્ટિવિટી માટે સ્કૂટર જરૂરી બની ગયું છે.
સોસાયટી ઑફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સના ડેટા દર્શાવે છે કે મ એપ્રિલ-ઓગસ્ટ 2024 દરમિયાન સ્કૂટરનું વેચાણ એક વર્ષ અગાઉની સરખામણીએ 24 ટકા વધ્યું હતું, અને મોટરસાઇકલના વેચાણમાં 13 ટકાનો વધારો થયો હતો.
જેમાં મોટાભાગે પેટ્રોલ મોડલ ધરાવતાં સ્કૂટર્સનો હિસ્સો, અને કેટલીક ઇલેક્ટ્રિક બ્રાન્ડ્સ, 32.5 ટકા થી વધીને 34.7 ટકા સુધી પહોંચી હતી. વર્ષ 2017-18 માં પણ, જ્યારે સ્કૂટરનું વેચાણ 6.71 મિલિયન યુનિટ સુધી પહોંચ્યું હતું, ત્યારે કુલ ટુ-વ્હીલરના વેચાણમાં તેમનો હિસ્સો 33.3 ટકા હતો.
હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ ડિરેક્ટર યોગેશ માથુરે જણાવ્યું હતું કે, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સ્કૂટરની માંગમાં વધારો થઈ રહ્યો છે. સ્કૂટર મોટરસાઇકલ કરતાં વધુ ઝડપથી વિકસી રહ્યાં છે. શહેરી કેન્દ્રોમાં વૃદ્ધિ, કર્મચારીઓમાં મહિલાઓની વધુ ભાગીદારીને મદદ મળી છે.
રેટિંગ એજન્સી ક્રિસિલના ડાયરેક્ટર હેમલ ઠક્કરે સ્કૂટરના વેચાણમાં ઝડપી વૃદ્ધિ અને એકંદર ટુ-વ્હીલર માર્કેટમાં તેમનો હિસ્સો વધવા પાછળના સમાન સમયગાળામાં “મોટા ઉત્પાદક દ્વારા” ડિસ્પેચમાં ઘટાડો થવાને કારણે નીચા બેઝ સહિતના કેટલાક પરિબળો ગણાવ્યાં હતાં.
- Advertisement -
શહેરી બજારોમાં મજબૂત રિપ્લેસમેન્ટ માંગ અને આ વર્ષે સારાં ચોમાસાને પગલે ગ્રામીણ બજારમાં પણ સ્કૂટરની સારી માંગ રહેવાની શક્યતા છે. હોન્ડ એક્ટિવા બ્રાંડ સાથે પેટ્રોલ સ્કૂટર્સના માર્કેટમાં અગ્રણી છે.તેનું એપ્રિલ-ઓગસ્ટ 2024 દરમિયાન હોન્ડાના સ્કૂટરનું વેચાણ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 1.286 મિલિયન યુનિટ થયું છે.
પેટ્રોલ સ્કૂટરની બીજી સૌથી મોટી ઉત્પાદક ટીવીએસ મોટર કંપનીનું વેચાણ 24 ટકા વધીને 430018 યુનિટ થયું છે. ટીવીએસના ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેએન રાદહક્રિષ્નને ગયાં મહિને તેની જ્યુપીટર સ્કૂટર બ્રાન્ડના નવા વર્ઝનના લોન્ચ સમયે જણાવ્યું હતું. સ્કૂટર “હું દ્રઢપણે માનું છું કે સ્કૂટર કેટેગરી બજારમાં નોંધપાત્ર રીતે વિસ્તરશે, અને તેમાં કદાચ 40 ટકા કે તેથી વધુનો વધારો થશે.,”.સ્કૂટર સેગમેન્ટમાં ટીવીએસ માટે વૃદ્ધિમાં જુપિટર અગ્રેસર છે, જ્યુપિટર પોર્ટફોલિયોમાં વાર્ષિક ધોરણે 24 ટકાની વૃદ્ધિ થઈ છે. ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં, ટીવીએસ આઇ ક્યુબ મોડલનું વેચાણ કરે છે, જેને પણ આ સમયગાળા દરમિયાન સારો ઉપાડ જોયો હતો ઓંડાના માથુર, તાજેતરના મહિનાઓમાં સ્કૂટરના વેચાણમાં વૃદ્ધિ મોટાભાગે પેટ્રોલ-પાવર-એડમોડલ્સ દ્વારા કરવામાં આવી છે.