હવામાન વિભાગે ભંયકર ગરમીની આગાહી કરી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસે-દિવસે વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં પ્રચંડ હિટવેવ પ્રસરશે. ઉપરાંત 15મીથી 18મી એપ્રિલ દરમિયાન અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આજે સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42.5 અને અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.અમદાવાદમાં 41.5, ગાંધીનગરમાં 41.4, ડીસામાં 39, વલ્લભ વિદ્યાનગરમાં 38.5, વડોદરામાં 40.8, સુરતમાં 39, વલસાડમાં 35.5, ભુજમાં 41.1, નલિયામાં 37.4 , અમરેલીમાં 42.4, ભાવનગરમાં 39.5, રાજકોટમાં 41.9, વેરાવળમાં 32.6, દ્વારકામાં 31.4, સુરન્દ્રનગગરમાં 42.5 અને કેશોદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં 18મી એપ્રિલ બાદ ગરમીમાં ફરી વધારો થશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઉચકાતા પાણીજન્ય રોગના દર્દીઓ વધ્યા છે.


