કોંગ્રેસની સરકારમાં સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતું ભાજપના રાજમાં સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા નું દ્વારકા થી પ્રારંભ કરવામાં આવ્યો હતો સાત દિવસ ની યાત્રા માં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રી ઓ જોડાયા હતા આ યાત્રા 7 જિલ્લામાં 22 વિધાનસભા બેઠક ફરી જાહેર સભાઓ ગજવી હતી અને 6 લાખ થી વધુ લોકો એ લાભ લીધો હતો આજરોજ આ યાત્રા પોરબંદર ખાતે આવી પોહચી હતી જેમનું સ્વાગત કરવા પોરબંદર યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી બાદ સુદામાચોક ખાતે જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું અને યાત્રા નું સમાપન કરાયું હતું.
- Advertisement -
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા દ્વારકા થી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રા આજ રોજ સમાપ્ત થઇ છે. આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીયમંત્રીડો.ભાગવત કરાડજીની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી,યાત્રાના ઇન્ચાર્જ અને પ્રદેશના ઉપાધ્યક્ષ ડો,ભરતભાઇ બોઘરા,જિલ્લાના પ્રભારી મહેશભાઇ કસવાલા, સાંસદ તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને પ્રદેશના મહામંત્રી વિનોદભાઇ ચાવડા,સાંસદ રામભાઇ મોકરિયા સહિતના પ્રદેશ અને જિલ્લાના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખરિયાએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું અને કાર્યક્રમની આભાર વિઘી પ્રદેશના ઉપાધ્યક્ ડો.ભરતભાઇ બોઘરાએ કરી હતી.
રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત ગૌરવ યાત્રાના સમાપન માટે મહાત્મા ગાંઘીજીની જન્મ ભૂમિ પોરબંદરમાં આજે આ યાત્રા સમાપન થઇ રહી છે. કોંગ્રેસની સરકારમાં સૌરાષ્ટ્ર પાણી માટે વલખા મારતુ ભાજપના રાજમાં સૌરાષ્ટ્ર પાણીદાર બન્યું છે. ગુજરાતમાં આજે ડબલ એન્જિનની સરકાર છે. ગુજરાતમાં ભાજપની સરકાર ફરી બનશે.કેન્દ્રીયમંત્રી ડો.ભાગવત કરાડજીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ગૌરવ યાત્રા થકી ગુજરાત આવ્યો છું એટલે ગુજરાતની આ પવિત્ર ભૂમિને વંદન કરું છું. ગુજરાતની ધરતી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇની ધરતી છે. આ બંને આ નેતાએ દેશને આઝાદી અપાવી. ગુજરાતમાં ભાજપની સરકાર આવ્યા પછી જ વિકાસ થયો છે,
કેન્દ્રમાં 8 વર્ષથી ભાજપની સરકાર અને વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં આજે દેશ બલાઇ રહ્યો છે વિકાસની દિશા તરફ વધી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ ના નેતૃત્વમાં ફરી એક વાર કમળ ખીલશે અને જનતા જંગી બહુમતથી જીતાડશે.પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, ગુજરાત નરેન્દ્રભાઇ મોદી ના માર્ગદર્શનમાં ગુજરાત વિકાસનું મોડલ બન્યું છે. આજે પોરબંદરમાં ઘણો વિકાસ થયો છે. ગુજરાતને વિકાસના કામોની ભેટ આપવા આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સી આર પાટીલે વધુમાં જણાવ્યું કે, આજે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે.