ગોંડલ શહેરની ખોજા સોસાયટીમાં રહેતા અને ભરૂડી ગામે ઉપ સરપંચ તરીકે સેવા આપતા હરિશ્ચંદ્રસિંહ મંગળસિંહ જાડેજા દ્વારા ભરૂડી ગામની સરકારી ખરાબાની જમીન સર્વે નંબર 177 માં શક્તિસિંહ અમરસિંહ જાડેજા દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય જે ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું કહેતા માઠું લાગતા શક્તિસિંહ અમરસિંહ જાડેજા તેના પુત્ર અર્જુનસિંહ, ઋતુરાજસિંહ મુકુંદસિંહ જાડેજા અને એક અજાણ્યા શખ્સે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 352, 323, 114 જીપીએફ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.