ગિર સોમનાથમાં દારૂ, નશીલા પદાર્થને લઇ કાર્યવાહી: વહેલી સવારથી જ કોડિનારમાં પોલીસના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
ગીરસોમનાથમાં દારૂ અને નશીલા પદાર્થને લઈ પોલીસને અરજીઓ તેમજ ફરિયાદ મળતી રહેતી હતી તેને લઈ આજે સવારથી જિલ્લા પોલીસવડાના આદેશથી અલગ-અલગ જગ્યાઓ પર પોલીસે રેડ કરી હતી,ગીર સોમનાથ જિલ્લામાં દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની વાત પોલીસને ધ્યાને આવી હતી જેને લઈ રેડ કરવામાં આવી હતી.
ગીરસોમનાથ જિલ્લામાં દારૂ તેમજ નશીલા પદાર્થને લઈ પોલીસ એકટિવ થઈ ગઈ છે,પોલીસે 14 જગ્યાએથી દારૂ સહિતનો નશીલો પદાર્થ ઝડપી પાડયો છે.ગીરસોમનાથના કોડીનારમાં દારૂ સહિતના નશીલા પદાર્થના ધંધાર્થીઓ ઉપર જિલ્લાપોલીસે લાલ આંખ કરી છે.સોમનાથ જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં એલસીબી, એસઓજી 4 પીઆઇ,6 પીએસઆઇ સહિતના જિલ્લાભરના 100 પોલીસ કર્મીઓની 10 ટીમો બનાવી 98 જગ્યાએ વહેલી સવારે રેડ કરી.
- Advertisement -
પોલીસે અલગ-અલગ જગ્યાએથી દારૂનો જથ્થો અને નશીલો પદાર્થ ઝડપ્યો છે,તેમજ જે લોકો દારૂનુ વેચાણ કરે છે તેવા અસામાજીક તત્વો સામે ગુનો નોંધ્યો છે,જેને લઈ જિલ્લામાં ખળભળાટ મચ્યો છે,સ્થાનિકો દ્રારા પોલીસને અવાર-નવાર ફરિયાદ મળતી હતી અને દારૂ પી ને લોકો બબાલો કરતા હતા તેને લઈ પોલીસે કાર્યવાહી કરી છે,ગીરસોમનાથમાં હજી પણ અગામી દિવસોમાં આજ રીતે પોલીસ રેડ કરતી રહેશે.275 લિટર દેશી દારૂ અને રૂ.4800 ની કિંમતનો ઇંગલિશ દારૂ પકડી,1055 લિટર દેશી દારૂના આથાનો સ્થળ પર નાશ કરી કાર્યવાહી હાથ ધરાઈ.
એક મહિના અગાઉ પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
ગીરસોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.ટ્રેનિંગ માટે જવા કરેલ હુકમનો અનાદાર કરતા એસપીએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા.પોલીસે શિસ્ત ભંગ બદલ કડક કાર્યવાહી કરી હતી.ગુજરાત પોલીસને અલગ-અલગ સમયે અમુક દિવસોની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આ ટ્રેનિંગ જિલ્લા બહાર આપવામાં આવતી હોય છે,જેમાં પોલીસને અલગ-અલગ વિષયો પર ટ્રેનિંગ અપાતી હોય છે,ગીરસોમનાથ જિલ્લાના 5 પોલીસકર્મીઓને ટ્રેનિંગમાં મોકલવાનો આદેશ કરાયો હતો પરંતુ તેઓ સીક લીવ પર ઉતરી જતા એસપીએ તેમની સામે આકરા પગલા ભર્યા હતા.