ટોલ ફ્રી નંબરો અને સિવિજીલ માં 20 અને ડાયરેકટ 5 ફરિયાદો
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.18
- Advertisement -
આદર્શ ચૂંટણી આચારસંહિતા હાલ લાગુ છે ત્યારે ગિર સોમનાથ જિલ્લાના ચૂંટણી વિભાગ તંત્ર ને ડાયરેકટ પાંચ ફરિયાદો આચારસંહિતા ભંગ ની મળી છે જેમાં ચાર નો બેનરો, પોસ્ટરો અંગેની ફરીયાદો નો નિકાલ કરવામાં આવ્યો છે જ્યારે ઉનામાં આ બાબતે એફઆઈઆર નોંધાઇ છે. ઓનલાઈન સિવિજીલ ટોલફ્રી નંબરો પર કુલ 20 ફરિયાદ નોંધાઇ છે જેમાં 13 ફરિયાદો ખોટી હોય તેમ અથવા કારણ વ્યાજબી નહોય જેથી ડ્રોપ કરાઈ છે તેમજ 7 ફરિયાદો બેનરો, પોસ્ટર લગાડવા બાબત ની હતી તેનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું તંત્રે જણાવ્યું છે.