છજજના પ્રમુખ આ ખુલ્લેઆમ કહી રહ્યા છે, આ જ તેમનામાં અને કોંગ્રેસ વચ્ચેનો તફાવત: રાહુલ ગાંધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે બર્લિનમાં કહ્યું કે છજજ પ્રમુખ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે સત્યનું કોઈ મહત્વ નથી, શક્તિ મહત્વપૂર્ણ છે. આ જ તેમના અને અમારા વચ્ચે તફાવત છે. તેમણે કહ્યું કે આપણી આખી સંસ્કૃતિ સત્ય પર આધારિત છે. તમે કોઈપણ ધર્મને જોઈ લો, મૂળભૂત રીતે તેઓ એમ જ કહે છે કે સત્યનું પાલન કરો. કોંગ્રેસ, મહાત્મા ગાંધી અને આપ સૌ, આપણે ભારતના સત્યનું રક્ષણ કરીએ છીએ. છજજ આવું નથી કરતી. રાહુલ ગાંધી 5 દિવસના જર્મની પ્રવાસે છે. આજે તેમણે ઓવરસીઝ ઇન્ડિયન કોંગ્રેસના કાર્યક્રમ કનેક્ટિંગ કલ્ચર્સમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યુ. આ ઉપરાંત તેમણે જર્મન થિંક-ટેન્કમાં સામેલ નેતાઓ સાથે વાતચીત કરી અને હર્ટી સ્કૂલમાં પણ સ્પીચ આપી. અહીં તેમણે ઝડપથી બદલાતા વૈશ્ર્વિક માહોલ વચ્ચે ભારતની દિશા પર પોતાની વાત રજૂ કરી હતી.
રાહુલની બે સ્પીચ: લોકશાહી માત્ર સરકારની વ્યવસ્થા નથી પણ જવાબદારી છે
હર્ટી સ્કૂલમાં રાહુલ ગાંધીએ કહ્યું કે લોકશાહી માત્ર સરકારની એક વ્યવસ્થા નથી, પરંતુ તે જવાબદારી છે. માળખાકીય અસમાનતાઓને દૂર કરવા માટે મજબૂત વૈશ્ર્વિક સહયોગની જરૂર છે.
કનેક્ટિંગ કલ્ચર્સ કાર્યક્રમમાં કહ્યું કે કોંગ્રેસ સત્યની સાથે ઊભી છે. ભારતની સચ્ચાઈનો બચાવ કરે છે. ભારતની સંસ્કૃતિ સત્ય પર આધારિત છે અને આ જ વિવિધ ધર્મોનો પણ મૂળ સંદેશ છે.
રાહુલ ગાંધીએ જર્મનીના વાઇસ ચાન્સેલર લાર્સ ક્લિંગબીલ અને પર્યાવરણ અને જળવાયુ સંરક્ષણ મંત્રી કાર્સ્ટન શ્નાઈડર સાથે પણ અલગ-અલગ મુલાકાત કરી.



