કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માં તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી વારંવાર સિંહ તેમજ સિંહ ના ટોળા જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા દિવસ પહેલા જ દીવના ઝોલાવાડી વિસ્તારમાં સિંહનું ટોળું જોવા મળ્યું હતું. તો ફરી ગઈકાલે સવારે દિવ થી નાળિયા માંડવી તરફ જતા રોડ પર સવારમાં સિંહ આટા મારતો નજરે પડ્યો હતો.
દીવ નાળિયા માંડવી રોડ પર સિંહનુ મોર્નિંગ વૉક વિસ્તારમાં વારંવાર સિંહના ટોળાં દેખાતા ફફડાટ

Follow US
Find US on Social Medias