ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
બિલખાના શિવમ ફાઉન્ડેશન ગૌરક્ષક દ્વારા પોલીસને લેખિત અરજી આપીને એવી માંગ કરવામાં આવી છે કે, બિલખામાં ઘણા સમયથી ગૌવંશ ઉપર કોઇ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ જેવુ જવલંત પદાર્થ ફેકવામાં આવે છે જેના લીધે ગૌવંશને ભારે દર્દ સાથે મુશ્કેલી અનુભવે છે. ત્યારે ગૌવંશ પર એસિડ જેવો પર્દાથ ફેકરનાર તત્વોને શોધીને તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
- Advertisement -
ગૌરક્ષક દળના વિશ્ર્વમભાઇ લાલૈયા દ્વારા પોલીસમાં અરજી આપીને રાહવ કરી છે કે, બિલખામાં છેલ્લા ઘણા સમયથી ગૌવંશ પર જવલંત પદાર્થ ફેકીને ગૌવંશના શરિરને નુકશાની પહોંચાડવાનો જે પ્રયાસ થઇ રહ્યો છે તેની સામે ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કડક પગલા લેવાની લેખિતમાં પોલીસને અરજી આપી છે.