જૂનાગઢ સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.રાષ્ટ્રના ચૂંટણી પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું જરૂરી છે જેનાથી લોકશાહી મજબુત બને છે. તે હેતુથી વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામની અજાબ પાડોદર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. બાળકો દ્વારા ‘આપણો મત આપણું દાન, એ જ આપણું આભિયાન’, ‘હું જાગૃત મતદાર છું, હું મતદાન અવશ્ય કરીશ’ જેવા પોસ્ટરો બતાવી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ લોકોને વધારેમા વધારે પ્રમાણમા મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના મોટી મોણપરીમાં શાળાના બાળકોએ પોસ્ટર્સ દ્વારા મતદાન કરવા કરી અપીલ

You Might Also Like
Follow US
Find US on Social Medias