ગીરના ગામડાઓમાં ઇકોઝોનનો મુદ્દો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.8
ગીર વિસ્તારના ભોજદે ગામની બારડ જીલ નામની નાની બાળકીએ નવરાત્રિમાં ઇકોઝોનની વિરુદ્ધમાં પોતાની વેદના રજૂ કરી લોકોને હચમચાવી દીધા. સાતમા ધોરણમાં ભણતી બારડ જીલ નામની દીકરીએ પોતાની આગવી છટામાં ઇકોઝોન લગાવનાર લોકો સામે અનેક સવાલો ઉભા કર્યા હતા, તેમજ નિયમો બનાવનાર લોકો એસીમાં બેસવા વાળા લોકો છે
- Advertisement -
એટલે એ લોકો અમારી પરિસ્થિતિ નહિ સમજી શકે એવી માર્મિક ટકોર પણ કરી હતી અને સાથે 8 વર્ષ પહેલાંની પ્રવીણ રામની ઇકોઝોન વિરૂદ્ધની લડતને યાદ કરી પ્રવીણ રામને હજુ વધારે સમર્થન આપવા ગીરના લોકોને અપીલ પણ કરી હતી. આમ પ્રવિણ રામના ઇકોઝોન વિરુદ્ધના અભિયાનને ગીરના લોકો તો ઠીક પરંતુ ગીરના નાના નાના ભૂલકાઓ પણ અલગ અલગ મોરચે સમર્થન આપી રહ્યા છે. અમુક ગામોમાં ઇકોઝોન વિરુદ્ધના બેનરો સાથે નાના બાળકો ગરબે રમી રહ્યા છે અને હવે તો નાની બાળકીઓ નવરાત્રિમાં ગીર મુદ્દે પોતાની વેદના રજૂ લોકોને ઇકોઝોન મુદ્દે બહાર નીકળવા માટે અપીલ કરી રહી છે.