ખાસ-ખબર ન્યૂઝ ભાયાવદર
ભાયાવદરમાં વડાળી રોડથી ખાખીજાળીયા રોડ સુધીમાં ચાલીને નીકળવા માટે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડે છે કારણ કે આખો રોડ ડેમેજ હાલતમાં આવી ગયો છે અને ઉપરથી મોટા મોટા ખાડાઓ આ રોડમાં પડી જવાથી વાહન વ્યવહાર અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
- Advertisement -
શહેરના લોકો દ્વારા અનેક રજૂઆત પાલિકામાં કરાતા અને નાક કપાતાં ફરજિયાત ખાડાઓ બુરવાની કામગીરી કરવી પડી હતી ત્યારે ખાડાઓ બુરવામાં માટીની જગ્યાએ ભરડિયાની ભૂકી રાતના સમયે નાખીને સંતોષ માની લીધો હતો, પણ તંત્રને ક્યાં ખબર છે કે ગમે ત્યારે પાપ છાપરે ચડીને બહાર આવે જ છે કારણ કે જેમ તેમ ખાડા તો બુર્યા પણ રોડ ઉપર આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓ પણ તંત્ર દ્વારા બુરી દેવામાં આવતાં રીતસર બુધ્ધિનું પ્રદર્શન કર્યું હતું અને હવે જ્યારે ન કરે નારાયણ અને કુંડી ઉભરાય કે ખોલવાની નોબત આવશે ત્યારે ફરી રોડ તોડવો પડશે અને લોકોના લલાટેથી હાલાકી સહેવાની પીડા જશે જ નહીં! પાણી ભરાઇ રહેતા ખાડા બુરવાને બદલે પાલિકાએ ડહાપણ વાપરીને કુંડીઓ જ આખી બૂરી નાખી.