પાડોશીની ફરિયાદ બાદ ITના દરોડા
ખાસ-ખબર સંવાદદાતા
ઈંઝ વિભાગે ઉત્તર પ્રદેશના બરેલીમાં એક યુટ્યુબરના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડામાં યુટ્યુબર પાસેથી 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. યુટ્યુબર તસ્લીમ ખાન પર આરોપ છે કે, તેણે યુટ્યુબ દ્વારા ખોટી રીતે કરોડો રૂપિયા કમાયા છે. તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે યુટ્યુબર તસ્લીમ ખાન બે વર્ષથી પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે.
- Advertisement -
આ મામલે તસ્લીમના ભાઈ ફિરોઝનું કહેવું છે કે તેના ભાઈને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યો છે. તેણે તેના ભાઈ પર લાગેલા તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા. તસ્લીમ બરેલીના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. તસ્લીમની યુટ્યુબ ચેનલનું નામ ’ટ્રેડિંગ હબ 3.0’ (ઝફિમશક્ષલ ઇીંબ 3.0) છે. આ ચેનલ પર શેરબજારને લગતા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે.
તસ્લીમના ભાઈ ફિરોઝે જણાવ્યું કે ચેનલમાંથી અત્યાર સુધીમાં એક કરોડ 20 લાખની કમાણી થઈ ચૂકી છે. ફિરોઝ આ યુટ્યુબ ચેનલનો મેનેજર છે.ફિરોઝે કહ્યું કે, એક કરોડ 20 લાખમાંથી અમે 40 લાખનો આવકવેરો પણ જમા કરાવ્યો છે. મેં અને મારા ભાઈએ કોઈ પણ ખોટું કામ નથી કર્યું અને નથી કરી રહ્યા. અમે અમારી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ. આનાથી અમને સારી આવક મળે છે. આ જ સત્ય છે.