વર્ષ દરમ્યાન પરિક્રમા કયાંય પણ અપ્રિય ઘટના નથી બની: પથ પર ઠેરઠેર શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પો
અયોધ્યામાં વિખ્યાત 14 કોસી પરિક્રમાને લગભગ 30 લાખ શ્રધ્ધાળુઓએ ઉઘાડા પગે ચાલીને પુરી કરી હતી.પરિક્રમા અક્ષય નવમીના શુભ દિવસે સાંજે 6-63 વાગ્યે શરૂ થઈને રવિવારે સાંજે 4-44 વાગ્યા સુધી ચાલી હતી. પરિક્રમા દરમ્યાન શ્રધ્ધાળુઓ જયશ્રીરામનો ઉદઘોષ અને ભજન કીર્તન કરતાં આખી રાત આસ્થાના પથ પર ચાલતા રહ્યા.
- Advertisement -
પ્રશાસને પરિક્રમાના પૂરા માર્ગ પર રેતી પાથરીને સાફ સફાઈ, સુરક્ષા, ચિકિત્સા વગેરેની સાચી વ્યવસ્થા કરાવી હતી. પરિક્રમા દરમ્યાન કોઈ અપ્રિય ઘટના નહોતી બની. અયોધ્યાનાં તીર્થ વિકાસ પરિષદનાં સીઈઓ અને નગર કમિશ્નર સંતોષકુમાર શર્માના અનુસાર ભવ્ય રામ મંદિરમાં રામલલ્લામાં બિરાજમાન થવાના કારણે આ વર્ષે પરિક્રમા કરનાર શ્રધ્ધાળુઓમાં ખૂબ જ ઉત્સાહ રહ્યો.
લગભગ 30 લાખથી વધુ શ્રધ્ધાળુઓએ આ વર્ષે પરિક્રમા કરી. શર્માએ જણાવ્યું હતું કે ડ્રોનથી પરિક્રમા પર વોચ રાખવામાં આવી હતી.પરિક્રમા માર્ગ પર 22 કેમ્પ લગાવવામાં આવ્યા હતા.
જયાં શ્રધ્ધાળુઓની વિશ્રામ કરવાની વ્યવસ્થાની સાથે સાથે તબીબી અને સફાઈ વ્યવસ્થા સાથે જોડાયેલો સ્ટાફ તૈનાત હતો. સેવાભાવી સંગઠનો અને પ્રતિષ્ઠાનોએ પણ સેવા કેમ્પ લગાવીને લોકોની સેવા કરી છે.