– ‘આઈ હેટ યુ ઈન્ડિયન્સ’ કહી અમેરિકામાં ભારતીય મહિલાઓ પર વંશીય હુમલો
અમેરિકામાં ફરી એકવાર વંશીય હુમલાની ઘટના બહાર આવી છે જેમાં ટેકસાસમાં ચાર ભારતીય મૂળની મહિલાઓ પર મેકસીકન અમેરિકી મહિલાઓએ ‘આઈ હેટ યુ ઈન્ડીયન્સ, ગો બેક’ કહીને હુમલો કર્યો હતો. બાદમાં પોલીસે હુમલાખોર મહિલાની ધરપકડ કરી હતી.
- Advertisement -
આરોપી મહિલાએ દલીલ દરમિયાન આક્રમક થઈને ભારતીય મૂળની મહિલાને કહ્યું હતું, હું જયાં પણ જાઉં, મારી મરજી. તમે ભારતીયો અહીં કેમ આવો છો? અહીં ભારતની પ્રશંસા કેમ કરો છો? જો ભારતનું જીવન સારું હતું તો તું અહીં આવી શું કામ? આઈ હેટ યુ ઈન્ડિયન્સ, ગો બેક. આટલું બોલીને મહિલા ભારતીય મૂળની મહિલાઓની મારપીટ કરવા લાગી હતી.
ગુરુવારની રાત્રે ટેકસાસન ડલાસની એક પાર્કીંગમાં આ ઘટના બની હતી.