-2021માં 136 અફઘાન 13 અમેરિકનનો ભોગ લેનાર સુસાઈડ બોમ્બરનો માસ્ટર માર્યો જતા અમેરિકા પણ ખુશ
અફઘાનીસ્તાનમાં પુર્ણ રીતે તાલીબાની શાસન સ્થપાઈ જતા હવે સિરિયામાં રચાયેલ કટ્ટરવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે તાલીબાની ટકકરના સંકેત છે અને અમેરિકાના અફઘાનીસ્તાન છોડતા સમયે થયેલા વિસ્ફોટ જેમાં 170 અફઘાની તથા 13 અમેરિકી માર્યા ગયા હતા તેના માસ્ટર માઈન્ડ અને આઈએસઆઈએસ ત્રાસવાદી સંગઠનના એક ટોચના કમાન્ડરને ઠાર મારતા હવે તાલીબાન અને આઈએસઆઈએસ વચ્ચેની દુશ્મનાવટ વધી છે.
- Advertisement -
આ કમાન્ડરને ઠાર મરાતા અમેરિકા ખુશ થયુ છે. 2021માં જયારે અમેરિકી સૈનિકો અફઘાન છોડી રહ્યા હતા તે સમયે કાબુલના એરપોર્ટ પર આઈએસઆઈએસના એક સ્યુસાઈડ બોમ્બરે આત્મઘાતી હુમલો કરીને આ મોટી જાનહાની સર્જી હતી અને બાદ અમેરિકામાં આત્મઘાતી બોમ્બરના માસ્ટરમાઈન્ડને ખત્મ કરવા માટે પ્રયાસ કરી રહ્યું હતું
તે સમયે કાબુલમાં તાલીબાની શાસને આ આઈએસઆઈએસ કે જૂથ જે અફઘાનમાં સક્રીય છે તેના ટોચના કમાન્ડરને ઠાર મારતા હવે વળતા હુમલાની ધારણા છે. જો કે આ કમાન્ડરની ઓળખ જાહેર થઈ હતી પણ અમેરિકાએ આ કમાન્ડર માર્યા ગયો હોવાની પુષ્ટિ કરી છે. જો કે આ ઓપરેશનમાં અમેરિકા સાથે હતું કે કેમ તે પણ નિશ્ર્ચિત નથી.