કલેક્ટર કચેરી ખાતે બેનર અને નારા સાથે વિરોધ બાદ કલેક્ટરને આવેદન
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર દ્વારા આર્મીમાં ચાર વર્ષ માટે ભરતી કરવાની યોજના લાગુ કરતા દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ મુદ્દે હવે કોંગ્રેસે પણ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કર્યું છે જે અંતર્ગત મોરબી જીલ્લામાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા તથા બેનર અને નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- Advertisement -
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી દિનેશ પરમારની આગેવાનીમાં કલેકટર કચેરી બહાર ધરણા કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ઉપરાંત દિવસેને દિવસે વધી રહેલી મોંઘવારીના કારણે દેશવાસીઓના જીવન જરૂરી ખર્ચા પણ વધ્યા હોવાથી મોંઘવારી જાળવવા માંગણી કરી હતી.