આર.કે. ગ્રુપ દ્વારા રાજસમઢિયાળામાં ઔદ્યોગિક વસાહતો વિકસાવાઈ: અનેક ઉદ્યોગપતિઓને થશે લાભ
સમગ્ર કેમ્પસમાં સિમેન્ટ રોડ, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઈટ સહિતની અનેક સવલતો ઉપલબ્ધ
- Advertisement -
ગુજરાતના વિખ્યાત રાજસમઢિયાળામાં આર.કે. ગ્રુપ દ્વારા આર.કે. ઈન્ડસ્ટ્રીયલ વર્લ્ડનો એક વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે એક વર્ષમાં જ આર.કે. ગ્રુપને જબરો પ્રતિસાદ સાંપડ્યો છે અને મહદ્અંશે બધા જ પ્લોટ ઉદ્યોગપતિઓએ ખરીદ કર્યા છે જેનો તેમને અનેકગણો ફાયદો થશે તેવું આજરોજ પત્રકાર પરિષદ દરમિયાન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
તા. 4ના રવિવારે સાંઈરામ દવેનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. આ અંગે વધુ જણાવતાં કહ્યું કે એક જ વરસમાં અહીં વિવિધ અનેક ઉત્પાદકીય પ્રવૃત્તિઓ હાથ ધરનારા અનેક ઉદ્યોગપતિઓના આ ભૂમિ પર પગલાં થયા છે. ભાવનગર બંદરનો કોમર્શિયલ વિકાસ ટૂંક સમયમાં થતાં ઉત્પાદિત માલના પરિવહન અને નિકાસ માટે ક્ધટેનરો અહીંથી સીધા જ રવાના થઈ શકશે. ઉપરાંત કાચા માલની આયાત પણ સુગમ થઈ શકશે. રાજકોટના તમામ ઉદ્યોગો કરતાં અહીંથી પીપાવાવ પોર્ટ વધુમાં વધુ નજીક છે એટલે એનો પણ લાભ અહીંના ઉદ્યોગોને મળશે. અત્યારે રાજકોટ-ભાવનગર રોડ જે ફોર ટ્રેક છે એ આગામી બે-ત્રણ વરસમાં સિક્સ ટ્રેક થવાનો નક્કી છે.
આર. કે. ગ્રુપ કે જે રાજકોટમાં પોતાના બાંધકામો અને પ્લોટીંગ માટે ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવે છે ત્યારે આર. કે. ગ્રુપ રાજસમઢિયાળામાં પણ ઔદ્યોગિક વસાહતના શ્રીગણેશ કર્યા છે. આર.કે. ગ્રુપના વડા સર્વાનંદભાઈ સોનવાણીની અનુભવપૂર્ણ દ્રષ્ટિનો આ પ્રદેશને લાભ મળ્યો છે.
આર. કે. ઈન્ડસ્ટ્રીયલ વર્લ્ડ દ્વારા એની કમ્પાઉન્ડ વોલ તૈયાર થઈ ગઈ છે અને સમગ્ર કેમ્પસમાં સિમેન્ટ રોડ, ડ્રેનેજ સિસ્ટમ તથા સ્ટ્રીટ લાઈટ સહિત સમગ્ર આંતરમાળખાકીય સવલતો તૈયાર થઈ ગયેલી છે. મહદ્અંશે બધા જ પ્લોટ વેચાઈ ગયા છે. અહીં 60થી વધુ ઉદ્યોગોના કામ ચાલુ થઈ ગયા છે. જાણીતી ફ્લાયબર્ડ કંપની તો અહીં વીસ હજાર વારમાં વિવિધ હાર્ડવેર પ્રોડક્ટનું ઉત્પાદન કરશે.