ભાજપના પુર્વ માઈનોરિટી પ્રમુખ સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ
ખાસ-ખબર સંવાદદાતા
દીવ પોલીસે અઝારો પાસે આવેલ ભાડાના બંગલામાં ભાજપના પુર્વ માઈનોરિટી પ્રમુખ આરીફ મોવર તીન પત્તિ નો જુગાર ચલાવતો હતો.
દિવ એડિશનલ કલેકટર વિવેક કુમારને એક ગુપ્ત સુચના મળી હતી કે ફોફરારા અજારો રિસોર્ટની કોલોનીમાં કોઈ ગેર કાયદેસર પ્રવૃત્તિ ઓ ચાલી રહી છે.તેથી દિવ એડિશનલ કલેક્ટર વિવેક કુમાર અને ડી.વાઈ એસ.પી સંદીપ રૂપેલા પોલીસ કાફલા અને ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખી સર્ચ કરતાં તેમાંથી 12થી વધુ લોકો આ બંગલા માં છુપાયેલા હતા.
પરંતુ પોલીસને ભાળી જતાં છત થી કૂદીને અજારો હોટેલની બાજુ ફરાર થવા માં સફળ રહ્યા. પોલીસે બાંગલા માંથી પાંચ આરોપી પાસેથી ત્રણ મોબાઈલ ફોન, ચાર મોટર સાયકલ અને રૂ. 96,840 રૂપિયા સાથે કુલે 2,59,140 જપ્ત કર્યા.