ભાજપ સભ્યોએ 2023ની બોડી જવબદાર નથી તેવો ઠરાવ: જોશીપુરા માર્કેટ કોમ્પલેક્સના 5ાંચ કરોડ સરકારને ભરવાના બાકી
દલા તરવાડી જેવો ઘાટ, લઉં બે-ચાર રિંગણાં? લઇ લ્યોને દસ બાર !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા વર્ષોથી જમીન મુદ્દે ઘેરાયેલ જોવા મળી રહી છે અનેકવાર જમીન મુદ્દે ગોટાળા બહાર આવ્યા છે ત્યારે ગઈકાલ મળેલી સાધારણ સભામાં પણ 2006 માં મનપાએ સરકારશ્રીની સર્વે નંબર 116 પેકીના પ્લોટ નં,3 ની જમીનની હરાજી કરીને રૂ.84,37,581 કાચરીમાં જમા લીધા હતા જયારે આ જમીન સરકાર હસ્તકની હોય ત્યારે કલેકટર કચેરી દ્વારા જમા કરવામાં કોઈ વાંધો નથી તેવો ઠરવા કરવામાં આવ્યો હતો જેમાં હાલના સભ્યોની કોઈ જવબદારી નથી તેવો પણ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાના મળેલ જનરલ બોર્ડમાં જયારે 2006 માં સરકારની જમીનની હરાજીનો મુદ્દે ચર્ચા થઇ ત્યારે જોશીપુરા વિસ્તારની શાકભાજી માર્કેટ પાસે પણ સરકારશ્રીની જમીન પર જે કોમ્પ્લેક્ષ ઉભું કરી દેવામાં આવ્યું.
તેના પણ મહાનગર પાલિકાએ રૂ. 5 કરોડો ભરવાના બાકી છે ત્યારે આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા વાત કરતા જણાવ્યું હતું કે હાલ જોશીપુરા વિસ્તારમાં જે કોમ્પલેક્ષ બનાવામાં આવ્યું છે તેમાં હાલ 5 કરોડ ભરવાનું નક્કી થયું છે છતાં જો સરકાર દ્વારા જે નક્કી થશે તે મુજબ ભરવાના થશે જૂનાગઢ મનપાનો વર્ષોથી દલા તરવાડી જેવો ઘાટ સર્જાયો છે જેમાં વોકળા પર એક નહિ બે નહિ પણ અનેક ગેરકાયદેસર બાંધકામો બની ગયા જેમાં મહાનગર પાલિકાએ હાલતો 99 નોટીશ ઇસ્યુ કરી છે ત્યારે એવું જોવા મળેછે કે લવ એકબે રીંગણાં અરે લઇ લ્યોને દશ બાર રીંગણાં જેવી વાત છે એક વોંકળાનું દબાણ કરે તો બીજો શુકામ ન કરે એમ કરીને હાલ 99 જેટલા લોકોને દબાણ નોટીશ ઇસ્યુ થઇ છે.
મહાપાલિકાની વર્તમાન બોડીએ કરેલો ઠરાવ
જૂનાગઢ મહાનગરપાલિકા સર્વે નં.116 પૈકીના પ્લોટ નં.3ની જમીન ચો.મી.2003.70 જે તે સમયની હરરાજી દરમિયાન નકકી થયેલ રકમ મુજબ કુલ રકમ રૂા.84,37,581 મહાનગરપાીલકામાં જમા થયે છે. તથા સદરહુ જમીન હરરાજીનો ઠરાવ અગાઉ થયેલો છે. હરરાજીમાં આવેલ રકમ કલેકટરશ્રી, જૂનાગઢમાં જમા કરાવવામાં કોઇ વાંધો નથી. પરંતુ આ જમીન વખતે હાલના સભ્યોશ્રીની કોઇ જવાબદારી રહેશે નહી તે શરતે કલેકટરશ્રી જૂનાગઢમાં હરરાજીની રકમ રૂા.84,37,581 જમા કરાવા સ્થાયી સમિતિએ કરેલ ઠરાવ નં.112 તા.21/8/23ને બહાલ રાખવાનું બહુમતિથી ઠરાવવામાં આવે છે.