સીક્રેટ લેટર ચોરીના કેસમાં ફસાયો
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ રાષ્ટ્રીય ગુપ્ત (સાઇફર અથવા રાજદ્વારી નોટ) ચોરી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનના અખબાર ’ધ ડોન’ના જણાવ્યા અનુસાર – સ્પેશિયલ જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ કેસની તપાસ કરી રહી છે. તેમણે 12 દિવસ સુધી એટોક જેલમાં બંધ ખાનની બુધવારે પાંચ કલાક સુધી પૂછપરછ કરી.
- Advertisement -
ગયા વર્ષે માર્ચમાં અમેરિકામાં તૈનાત પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાને આ સાઇફર વિદેશ મંત્રાલયને મોકલ્યો હતો. ખાને તેને વાંચવાના બહાને પોતાની પાસે રાખ્યો અને બાદમાં કહ્યું કે પત્ર ખોવાઈ ગયો છે. તે રાષ્ટ્રીય ગુપ્તતા અધિનિયમની વિરુદ્ધ છે. જો ખાન દોષી સાબિત થાય તો તેમને 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.