સહયોગી પાર્ટીઓએ આપી સાથ છોડવાની ધમકી
પાકિસ્તાનની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ભુકંપ આવેલો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકાર બચશે કે નહીં, તેને લઈને સંકટના વાદળો છવાયેલા છે. જાણવા મળી રહ્યું છે કે ઇમરાન ખાનની સરકાર સંસદમાં બહુમત ગુમાવવાની સ્થિતિમાં છે, કારણ કે ત્રણ મુખ્ય સહયોગી તેના મંત્રીમંડળને છોડવાના છે. આ વાતની પુષ્ટિ સરકારનું સમર્થન કરનારી પાર્ટીના એક સર્વોચ્ચ નેતાએ કરી છે.
ચૌધરી પરવેઝ ઇલાહી, જેની પાકિસ્તાન મુસ્લિમ લીગ કાયદ પાર્ટી છે, જે નેશનલ એસેમ્બલીના નિચલા ગૃહમાં પાંચ સભ્યોની સાથે ઇમરાન ખાનના નેતૃત્વવાળી સરકારના ચાર મુખ્ય ગઠબંધનના સહયોગીઓમાંથી એક છે, તેણે આ મહિનાના અંતમાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે થનારા વોટિંગમાં વિપક્ષી સમૂહોને પોતાનું સમર્થન આપવા માટે હા પાડી દીધી છે. તેનો ખુલાસો ચૌધરી પરવેઝ ઇલાહીએ એક પાકિસ્તાની ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો છે.