– અધિક પોલીસ મહાનિર્દેશક,નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.
- Advertisement -
ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.
શું કહ્યું હતું ગૃહમંત્રીએ ?
નોંધનીય છે કે, 18 મે ના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ મોરબીમાં પોલીસ આવાસોના લોકાર્પણ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. પોલીસ ભરતીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીની શારીરિક કસોટી લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. શારીરિક કસોટી બાદ સપ્ટેમ્બર મહિના પછી ભરતીનું આયોજન કરવામાં આવશે.



