કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે આગામી ધોરણ 10, 12ની બોર્ડ પરિક્ષીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્સ આધારિત ChatGPTના ઉપયોગ પર રોક લગાવી લીધી છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે આગામી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ચેટજીપીટીના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી છે. બુધવારથી 10માં અને 12માંની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.
- Advertisement -
પરીક્ષા પહેલા મહત્વનો નિર્ણય
પેપર પહેલા બોર્ડ દ્વારા જાહેર આદેશ અનુસાર, પરીક્ષા હોલમાં મોબાઈલ, ચેટજીપીટી અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનની પરવાનગી નથી આપવામાં આવી. બોર્ડના અધિકારીઓએ કહ્યું કે ChatGPTના ઉપયોગ પરીક્ષામાં અનુચિત સાધનોનો ઉપયોગ કરવા જેવું રહેશે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રના અંદર કોઈ પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવાની પરવાનગી નથી. તેમાં ChatGPTને એક્સેસ કરવા માટે ડિવાઈસનો ઉપયોગ કરવાનું શામોલ છે જેથી અનુચિત સાધનોનો ઉપયોગ ન થાય.
નવેમ્બર 2022એ લોન્ચ થયું હતું ChatGPT
ChatGPT જેને નવેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આપેલા ઈનપુટના આધાર પર ભાષણ, ગીત, માર્કેટિંગ કોપી, સમાચાર લેખન અને વિદ્યાર્થી નિબંધો અથવા માનવ જેવું લખાણ જનરેટ કરવામાં સક્ષમ છે.
- Advertisement -
નવી કૃત્રિમ AI, જેને એક મોટા ભાષા મોડલના રૂપમાં ઓળખવામાં આવે છે. તેને આગામી શબ્દ અનુક્રમોની ભવિષ્યવાણી કરીને માનવ-જેવા લેખન ઉત્પન્ન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે.