પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો, સાંજે 7:30 કલાકે નિજ મંદિરના દ્વાર દર્શન માટે થશે બંધ
દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે દિવાળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. જો તમે પણ પાવાગઢ દર્શન કરવા જવાના હોય તો આ સમાચાર તમારી માટે છે.
- Advertisement -
યાત્રાધામ પાવાગઢમાં દિવાળીના તહેવારો દરમિયાન એટલે કે આજથી 15 નવેમ્બર સુધી મંદિર દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ દિવાળીના તહેવાર નિમિત્તે સવારે 5 વાગ્યે મંદિર ખુલશે. મહત્વનું છે કે, આજથી 15 નવેમ્બર સુધી મંદિર સવારે 5 વાગ્યે ખુલશે. આ સાથે સાંજે 7:30 વાગ્યે મંદિરના દ્વાર ભક્તો માટે બંધ થશે. મહત્વનું છે કે, પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.