ગુજરાતભરમાં કોરોનાને લઇને તંત્ર હવે સતર્ક થઇ ગયું છે. હોસ્પિટલોમાં પણ ક્યાંક-ક્યાંક બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા કરી દેવાઇ છે. એવામાં આજે રાજકોટ કલેક્ટર મહત્વની બેઠક કરશે.
સમગ્ર વિશ્વભરમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. ત્યારે દેશ અને ગુજરાતમાં પણ હવે તંત્ર એલર્ટ થઇ ગયું છે ત્યારે રાજ્યના રાજકોટ શહેરમાં કોરોનાને લઈને તંત્ર દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આજે કલેકટરની મહત્વની બેઠક યોજાશે.
- Advertisement -
રાજકોટ સિવિલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા
સિવિલમાં સંભવિત કોરોનાની દહેશત વચ્ચે કલેક્ટર તૈયારીઓનું નિરીક્ષણ કરશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 100 બેડ પણ તૈયાર કરી દેવાયા છે. તદુપરાંત દવાનો જથ્થો તેમજ ઓક્સિજન સહીતની તમામ વ્યવસ્થાની સમીક્ષા કરાશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મુદ્દે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, દેશમાં કોવિડને અટકાવવા સરકાર સતર્કતાથી પગલાં લઈ રહી છે, ચોથો વેવ દેશમાં ન આવે માટે સતર્ક કરી રહ્યાં છીએ, ગુજરાતની જનતા સતર્ક રહે ગભરાવાની જરૂર નથી.
તમને જણાવી દઇએ કે, ચીન સહિત વિશ્વના દેશોમાં ફરી કોરોના કહેર વર્ષી રહ્યો છે. જેને લઈને અનેક દેશોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગુજરાતમાં કોરોના વકરે નહિ તે માટે આગમચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ બન્યું છે. જેના સરકાર દ્વારા મિટિંગ બોલાવી સંબંધિત વિભાગને સૂચના અપાઈ છે તો હૉસ્પિટલોમાં પણ બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વધુમાં રાજકોટની શાળામાં માસ્ક ફરજીયાત કરાયા બાદ હવે નર્મદામાં SOU ખાતે પણ કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.
- Advertisement -
રજાઓમાં પ્રવાસીઓની ભીડ વધતા નિર્ણય
નર્મદા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 27 ડિસેમ્બરથી કોવિડ ગાઇડલાઇન લાગું કરવા અંગે નિર્ણય લેવાયો છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ જનાર પ્રવાસીઓએ હવે ફરજિયાત માસ્ક પહેરવું પડશે. મહત્વનું છે કે નાતાલની બે દિવસની રજાઓમાં પ્રવાસીઓની ભીડને લઈને કોરોના સંક્રમણના જોખમને પગલે આ નિર્ણય કરાયો છે. ત્યારે SOU ખાતે માસ્કના નિયમ અંગે SOU ઓથોરિટીએ સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓમાં હોટ ફેવરીટ
નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. આજે ક્રિસમસના તહેવારને લઈ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રજાની મોજ માણી રહ્યાં છે..આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આવેલી તમામ હોટલો અને ટેન્ટ સિટી સહીતનું બુકીંગ ફૂલ થવાને કારણે પોલીસ અને તંત્ર પણ એલર્ટ થયુ છે.. વધુ પ્રવાસીઓ આવતા SOU સત્તામંડળ દ્વારા રાજપીપલા ST ડેપોની 30 બસો પણ મુકવામાં આવી છે.