રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચનો મહત્ત્વનો ચુકાદો
ખાસ-ખબર સંવાદદાતા
નેશનલ ક્ધઝયુ. ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને જણાવ્યું છે કે, દરેક દર્દીના મૃત્યુ માટે પહેલી નજરે તબીબી બેદરકારી જવાબદાર હોઈ શકે નહીં મૃતકના પરિવારને રૂા.44 લાખનું વળતર આપવાનો રાજસ્થાન સ્ટેટ કમિશનના આદેશ રદ કરતી વખતે આવી ટિપ્પણી કરી હતી.
પ્રિસાઈડિંગ સભ્ય એસ એમ કાનિટકરની બેન્ચે જયપુરની બે હોસ્પિટલ્સની અપીલ સાંભળી હતી. રાજસ્થાનના ગ્રાહક પંચે બંને હોસ્પિટલને મૃતકની પત્નીને વળતર ચૂકવવાનો આદેશ કયો હતો. જેને પંચે ફગાવી દીધો હતો.
રાજયના ગ્રાહક પંચે દર્દીના મૃત્યુ માટે હોસ્પિટલની બેદરકારી, બેધ્યાનપણું તેમજ જરૂરી સારવાર નહીં આપવાના કારણોને જવાબદાર ગણાવ્યા હતા. જોકે, પ્રિસાઈડિંગ સભ્યએ જણાવ્યું હતું કે, ‘ગુનો સાબિત કરવા પૂરતા પુરાવા ન હોય ત્યાં સુધી દરેક દર્દીના મૃત્યુ માટે તબીબી બેદરકારીને જવાબદાર ઠેરવી શકાય નહીં’.
સુપ્રીમ કોર્ટના 2005ના ચુકાદાને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, ‘એ બાબત સ્પષ્ટ છે કે સારવાર સફળ ન રહે અને સર્જરી વખતે દર્દીનું મૃત્યુ થાય તો તેને આપમેળે તબીબની બેદરકારી માનવી જોઈએ નહીં’. પ્રિસાઈડિંગ સભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આરોપો સિવાય ફરિયાદી તબીબી બેદરકારીના જરૂરી પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
રાજયના ગ્રાહક પંચનો ચુકાદો ધારણા આધારિત લાગે છે. વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ કે તબીબી પુરાવાને ધ્યાનમાં લીધા વગર ચુકાદો આપી દેવાયો છે’.