હવે ગુજરાતમાં ધર્મપરિવર્તનના ઈરાદે કરેલા લગ્નમાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીનો દંડ
લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ લવ-જેહાદની ફરિયાદ નોંધાવી શકશે.
સગીર સાથેનાં ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ. 3 લાખ દંડની જોગવાઈ
લવ-જેહાદના કિસ્સામાં ગુનો કરવામાં મદદ કરનાર સામે પણ કાર્યવાહી થશે.
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે. અંદાજે બે મહિના પહેલાં ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપ્યા બાદ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજથી ધર્મ સ્વાતંત્ર્ય ધારા અધિનિયમ-2021નો અમલ શરૂ કરાવ્યો છે. ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.


